ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ પટેલ કેળવણી મંડળની એક બેઠકનું આયોજન કાંતિભાઈ ફળદુના અધ્યક્ષ સ્થાને કારોબારી સમિતિની મીટીંગ રાખવામાં આવેલ હતી. જેમાં આગામી બે વર્ષ 2023-24 અને 2024-25 માટે પ્રમુખ તરીકે સીએ સવજીભાઈ મનજીભાઈ મેનપરા તથા મંત્રી રતિભાઈ ડાયાભાઈ મારડિયા, સિરીષભાઈ કરમશીભાઈ સાપરિયા અને કિશોરભાઈ જમનાદાસ મેંદપરા તેમજ એક્ઝિક્યુટિવ સેક્રેટરી તરીકે સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર ડો. ડી.એ.ડઢાણીયા ની વરણી કરવામાં આવેલ છે. સંસ્થાની કારોબારી સમિતિમા શિક્ષણ ક્ષેત્રના તજજ્ઞો, ડોક્ટરો, સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા આગેવાનો, ઉદ્યોગપતિઓ તથા ખેડૂત અગ્રણીઓનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. આ મિટિંગમાં જૂનાગઢના ધારાસભ્ય અને સંસ્થાના એક સક્રિય સભ્ય સંજયભાઈ કોરડીયાની વિશેષ ઉપસ્થિતિ હતી. તેઓએ પણ સંસ્થાના વિકાસ અને પ્રગતિમાં જ્યાં જરૂર પડે ત્યાં સમાજના દીકરા તરીકે પોતાનાથી બનતો બધો જ સહકાર આપતો રહીશ એવી ખાતરી આપેલ હતી.