ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
રાજુલાના જુની બારપટોળી ગામે યુવકની હત્યાની ફરીયાદ રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી હતી. જે કામે રાજુલા પોલીસ તથા એલસીબી અમરેલી દ્વારા અલગ અલગ 6 આરોપીઓની અટકાયત કરી હતી. ત્યારબાદ નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરતા રિમાન્ડ બાદ જેલ હવાલે કરવામાં આવેલ જેમાંથી બે આરોપીને રાજુલા સેસન્સ કોર્ટ દ્વારા જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે. તથા અગાઉ એક આરોપીને ગુજરાત હાઈકોર્ટે જામીન મુક્ત કરવામાં આવેલ છે. આ કેસની ટૂંકમાં હકીકત એવી છે કે રાજુલા તાલુકાના જુની બારપટોળી ગામ નજીક પ્રેમ સંબંધમાં પ્રેમી સાથે આવેલ મિત્રની હત્યાનો ગુન્હો દાખલ થયો હતો. જેમાં ખાંભાના જામકા ગામનો યુવક તેના જ ગામનાં મિત્રને જુની બારપટોળી ગામની યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાથી યુવતીએ મળવા માટે બોલાવતા બંને બાઈક લઈને જુની બારપટોળી ખાતે ગયા હતા. આ વખતે યુવતી અને તેના મળતીયાઓ દ્વારા પૂર્વ આયોજિત કાવતરું રચીને જુની બારપટોળી થી નવી બારપટોળી વચ્ચે પહોંચતા રસ્તામાં દુકાન આગળ લોકો લાકડી અને લોખંડની પાઇપો લઈને સંતાયેલા હતા. જેમાં યુવતીનો પારિવારિક સગા ભાઈ તથા દિયર તેમજ અન્ય અજાણ્યા વ્યક્તિ આવી હથિયારો વડે બેફામ માર મારવામાં આવ્યો હતો. આ વખતે પ્રેમી ખેતરોમાં નાસી છૂટયો હતો. જ્યારે તેનો મિત્ર સાથે લોકોનાં હાથે ચડી જતા ગંભીર ઈજાઓના કારણે સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે મરણજનાર પિતાએ કુલ 8 વ્યક્તિ સામે રાજુલા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો અને 6 વ્યક્તિઓની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. આ આરોપી પૈકી નાં 1 આરોપીને ગુજરાત હાઈકોર્ટેમાંથી જામીન મુક્ત કર્યા હતા તથા જયદિપ ચૌહાણ અને વિપુલ કસોટીયાને ઉપરોકત કામ સબબ જામીન પર મુકત થવા માટે જામીન અરજી રાજુલા સેશન્સ કોર્ટમાં કરવામાં આવેલ હતી જે જામીન અરજીમાં આરોપીઓ વતી રોકાયેલ એડવોકટ દ્વારા કરવામાં આવેલી રજુઆતો ધ્યાનમાં લઈ રાજુલા સેસન્સ કોર્ટે આ કામનાં આરોપીને જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે. આ કામમાં આરોપીઓ વતી યુવા એડવોકેટ ભાવેશ આર. સિંધવ (ભરવાડ), એડવોકેટ અજય શિયાળ, એડવોકેટ સાવજ વિંછી રોકાયેલા હતાં.