By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં
    21 minutes ago
    ટ્રમ્પનો માસ્ટર પ્લાન! ઈરાન પર ‘નાના પણ ઘાતક’ હુમલાની તૈયારી, અમેરિકાની નૌસેના ફરી સજ્જ
    1 day ago
    એક માણસ 40 કલાક સુધી હૃદય વિના જીવ્યો, ચીનની આશ્ચર્યજનક ઘટનાની મેડિકલ જગતમાં પણ ચર્ચા
    2 days ago
    ટ્રમ્પનો ટેરિફ મોહ: સુપ્રીમ કોર્ટની રોક છતાં નવા ટેરિફની તૈયારી, ભારત સહિત 60 દેશો રડાર પર!
    3 days ago
    ચીને ઘાતક હથિયાર તૈયાર કર્યું, ભારત માટે પણ ખતરો! S-400 અને AWACS પણ ફેલ થશે…
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    તમારા ફોનમાં પણ અચાનક વાગવા લાગ્યું સાયરન? ગભરાશો નહીં, સરકારે શરૂ કરી આ ખાસ સર્વિસ!
    49 minutes ago
    મમતા 4 કલાક ભવાનીપુર સ્ટ્રોંગ રૂ મમાં રહ્યાં: કહ્યું- કોઈને EVM લૂંટવા નહીં દઈએ
    23 hours ago
    કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં કમ્મરતોડ ભાવવધારો: 19 KGના બાટલાનો નવો ભાવ ₹3074
    23 hours ago
    જબલપુર ક્રૂઝ દુર્ઘટના: કાળના પંજામાં પણ માતાએ પુત્રનો સાથ ન છોડ્યો, દ્રશ્ય જોઈ સૌ કોઈ ભાવુક
    24 hours ago
    NDMA Alert: મોબાઈલમાં જોરદાર સાયરન વાગે તો ગભરાતા નહીં! સરકાર કરી રહી છે ખાસ ટેસ્ટિંગ
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026: કેએલ રાહુલનો મહારેકોર્ડ! વિરાટ-રોહિત પણ ના કરી શક્યા તે કરી બતાવ્યું
    18 minutes ago
    કોહલીને આ કારણે પ્રેમ કરવા લાગી હતી અનુષ્કા, વર્ષોની ડેટિંગ બાદ કર્યા લગ્ન, જાતે કર્યો ખુલાસો
    44 minutes ago
    IPL 2026: લાઈવ મેચમાં ડ્રેસિંગ રૂમમાં ઈ-સિગારેટ પીતાં ઝડપાયો સ્ટાર ખેલાડી! BCCI લેશે એક્શન?
    3 days ago
    કોલકાતાએ IPL 2026ની પહેલી સુપર ઓવર જીતી: નારાયણે લખનઉને એક રન જ બનાવવા દીધો
    5 days ago
    ‘મારું નામ રિંકુ જ રહેવા દો…’, KKRના ‘સંકટમોચક’ સ્ટાર બેટરનું દિલ જીતનારું નિવેદન વાઈરલ
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    2 days ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    5 days ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    1 week ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    2 weeks ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વાત છે આ સાવ અંગત, કોઈને કે’તા નહીં લ્યો, પડી છે આપની લત કોઈને કે’તા નહીં
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > વાત છે આ સાવ અંગત, કોઈને કે’તા નહીં લ્યો, પડી છે આપની લત કોઈને કે’તા નહીં
Author

વાત છે આ સાવ અંગત, કોઈને કે’તા નહીં લ્યો, પડી છે આપની લત કોઈને કે’તા નહીં

Khaskhabar Editor
Last updated: 2024/07/20 at 4:19 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

આપની આંખે રહેવાનું, થયું છે આજકાલ
જોઈ લીધી મેં ય જન્નત, કોઈને કે’તા નહીં

વ્હાલી જિંદગી,

- Advertisement -

ઉતરતી સાંજના સુમારે આકાશમાં ઘેરાયેલાં કાળા ડિંબાગ વાદળો જોતા મન વિચારમાં પડી જાય છે. અવિરત મળતી ભગવાનની કૃપા અને પ્રસાદ એટલે તું. થોડી વારમાં ઝાલર ટાણું થશે. મહાદેવના મંદિરે નગારા પર પડતી દાંડી અને મારાં અસ્તિત્વ પર સતત ફરતો રહેતો તારો પ્રેમાળ હાથ એ મારે મન તો કોઈ દિવ્યચેતનાની ક્ષણ જ છે. આંખો બંધ કરી સતત તારામાં રત રહેવું મને બહું ગમે છે. તારી ભીતર ધરબાયેલું મારું મૂળ શોધી હું એની ખેવના કરવામાં તલ્લીન રહું ત્યારે મને તું સાચે જ જીવવા જેવી લાગે છે. અઢળક ઉઝરડાં, અધમણ નિસાસા, ઢગલો દુ:ખ આ બધું તો કાળને આધીન છે એ સમજણ સ્ફૂરી ત્યાર પહેલાં મેં તને પામી લીધી હતી એટલે જ હા એટલે જ મારામાં આટલો અજવાસ છે. તારા શ્વાસની સુગંધથી મારામાં પારિજાતના ફૂલ ખીલી ઊઠે છે. તારા નીતરતા ભીના વાળમાં મારું જીવતર જાણે મુખ સંતાડી, અંગડાઈ લઈ, સુગંધિત થઈ ઝૂમી ઊઠે છે. તારામાં વાવેલી શ્રદ્ધાના મૂળ છેક ભીતરથી ફરીથી કૂંપળ બની ફૂટી રહ્યાં છે. મારી શ્રદ્ધા દ્વિગુણિત બની રહી છે એ વાતથી હું બહું ખુશ છું. મારી લાગણી તારી ભીતર પહોંચી તને ઢંઢોળે છે ત્યારે મારાં હરખનો પાર નથી રહેતો. તારી સાથે રહી, તને પ્રેમ કરતાં કરતાં હું સ્વાર્થી બની ગયો છું. મારો સ્વાર્થ એટલો જ કે તું સતત મારી સાથે, મારી અંદર, મારી આરપાર છેક સુઘી રહે. જિંદગી! તું મારી અણમોલ મૂડી છે. તું મને સતત વિકસાવી રહી છે. કોઈ કુશળ બાણાવળી જમીન અંદર બાણ મારી તીરને ભીતર ઉતારી પૃથ્વીના પેટાળમાંથી પાણીનો ધોધ કાઢે એમ જ મારાં દિલની અંદરથી તું લાગણીના ઝરણાં ફોડી રહી છે. આ પવિત્ર જળની છોળ તને ભીંજવી જશે કારણ કે એ જળના પ્રગટીકરણનું પ્રેરણાબિંદુ તું જ છે. જિંદગી! હું સતત તારી ઝંખનામાં ડૂબેલો રહું છું કેમ કે તારી ઝંખના પણ મને જીવાડે છે. જ્યારે એ ઝંખના સાક્ષાત્કારમાં પરિણમે છે ત્યારે હું મને જીવનના કોઈ નવા આયામ પર પહોંચેલો અનુભવું છું. તું મારાં દિલમાં સતત પ્રગટતા દીવાની અચળ અને અટલ જ્યોત છે જે કપરા તોફાનમાં પણ પ્રજ્વલિત રહે છે. મેં વાવેલા શ્રદ્ધાના એ છોડને આ જ્યોત જીવાડી રહી છે… વિકસાવી રહી છે…

જિંદગી! તું મારા સપનાની ચાદર છે જેને ઓઢીને હું સુખની નીંદર માણી શકું છું. દિલમાં કોઈ ખાલીપો નથી, મનમાં કોઈ જ ઉચાટ નથી અને શરીરમાં કોઈ રોગ નથી કારણ કે તું સતત મારામાં ધબકે છે. શ્વાસ ચાલે છે તો એનું એકમાત્ર કારણ તું છે. તારી ગોદમાં ભરાઈ જવું, તારી છાતીમાં માથું સંતાડી તારી સુગંધને માણવી, તારામાં ઓગળી જિંદગીમય બની જવું – સાવ સહજતાથી આ બધું થઈ રહ્યું છે. દિવસે દિવસે મારો પ્રેમ યુવાન બનતો જઈ રહ્યો છે. હું તારી સાથે સલામતી અનુભવી રહ્યો છું એનું કારણ એ જ છે કે તું તારા બંને હાથ મારા પર રાખે છે. પાંપણ ઉપર સપનાના તોરણ ઝૂલી રહ્યા છે. આ તોરણ ઝૂલ્યા જ કરશે તો મને જીવી જવાનો આનંદ થશે. તું મારા સપનાને સિદ્ધ કરનાર અવિચળ તત્વ છે. તારા વિશે મારે કશું જ વિચારવું પડતું નથી કારણકે તું સતત મારી ભીતર જ જીવી રહી છે, મને જીવાડી રહી છે, મને ચલાવી રહી છે અને મને ભીંજવી રહી છે. તારા આ સ્નેહની કોઈ જ સીમા નથી.હું સ્વર્ગનો અધિકારી થઈ અને સત્તારૂઢ થયો હોઉં એમ ગર્વિષ્ઠ બનીને જીવી રહ્યો છું. મને કોઈ જ પરવા નથી. મારી અંદર જિંદગી… જિંદગી… જિંદગી… એવું કંઈક જીવી રહ્યું છે. મારી હથેળીમાં સુખની રેખા નીકળી આવી છે અને તે એટલી બધી લંબાતી જાય છે કે સુખના ઝાડ ઉગી જવાની એક અકલ્પનીય ઘટના બની છે. બસ શ્વાસ પર્યંત તારામાં સમાયેલું રહેવું જ પ્રથમ અને અંતિમ લક્ષ્ય છે.
સતત તને જીવતો…
જીવ.

You Might Also Like

ઓસ્કાર એવોર્ડ્સમાં અપાયેલું એક અદ્ભુત વક્તવ્ય

ભારતીય છો તો ભારતીય બનીને જ રહો, નહીં કે દેશના ગુનેગાર

ગુજરાતમાં ભાજપના સતત વિજય પાછળનું શું છે રહસ્ય?

બૈરન, પ્રેમ, આશિકી અને લિમરન્સ

સોર્સોપ એટલે કે હનુમાનફળ: એક અદભૂત સ્વાદિષ્ટ ઔષધીય ફ્રુટ

TAGGED: life, LOVE
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મહારાજા: એક લાચાર બાપનો પ્રતિશોધ
Next Article મનુષ્ય જે નાના કે મોટા કોઈ પણ કાર્યનો પ્રારંભ કરે તેમાં તેમણે શરૂઆતથી અંત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

ગુજરાતી વેપારીને અમેરિકામાં 16 વર્ષ ગેરકાયદે રહેવું ભારે પડ્યું! DHSએ ફટકાર્યો રૂ.15 કરોડનો દંડ

Khaskhabar Editor Khaskhabar Editor 7 minutes ago
IPL 2026: કેએલ રાહુલનો મહારેકોર્ડ! વિરાટ-રોહિત પણ ના કરી શક્યા તે કરી બતાવ્યું
LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં
વૃષભ અને સિંહ સહીત જાણો કઈ રાશિ ના જાતકો પર વરષાશે કુબેરજી તથા શનિદેવની થશે વિશેષ કૃપા!
કોહલીને આ કારણે પ્રેમ કરવા લાગી હતી અનુષ્કા, વર્ષોની ડેટિંગ બાદ કર્યા લગ્ન, જાતે કર્યો ખુલાસો
તમારા ફોનમાં પણ અચાનક વાગવા લાગ્યું સાયરન? ગભરાશો નહીં, સરકારે શરૂ કરી આ ખાસ સર્વિસ!
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ઓસ્કાર એવોર્ડ્સમાં અપાયેલું એક અદ્ભુત વક્તવ્ય

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
Author

ભારતીય છો તો ભારતીય બનીને જ રહો, નહીં કે દેશના ગુનેગાર

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
Author

ગુજરાતમાં ભાજપના સતત વિજય પાછળનું શું છે રહસ્ય?

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?