ફ્લાઈટમાં ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરતો જોવા મળ્યો આ અભિનેતા, હાલ તેનો એ વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

કાર્તિક આર્યન અવારનવાર સમાચારમાં બની રહે છે. તેની એક્ટિંગથી ટૂંક સામેમાં જ એક્ટરે ઘણું મોટું નામ કમાઈ લીધું છે, જો કે જ્યારથી તેની ફિલ્મ ભૂલ ભુલૈયા 2 એ રેકોર્ડ બ્રેક કમાણી કરી છે ત્યારથી કાર્તિક આર્યનને લોકો તેને વધુ પસંદ કરવા લાગ્યા છે. હાલ ફરી એક વખત કાર્તિક આર્યને એવું કામ કર્યું કે તે ફરી ચર્ચાનો વિષય બની ગયા છે. કાર્તિક આર્યન ફ્લાઈટમાં ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરતો જોવા મળ્યો હતો અને હાલ તેનો એ વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આટલો મોટા અભિનેતા લોકો વચ્ચે ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરતા જોઈને ઘણા આ વાત પર વિશ્વાસ કરી શક્યા ન હતા. એ જ સમયે ઘણા લોકો ઉતાવળા થઈ ગયા અને અભિનેતાના ફોટા અને સેલ્ફી લેવા લાગ્યા હતા. એ સમયે પણ કાર્તિક આર્યને લોકો સાથે ખૂબ નમ્રતાથી વર્તન કર્યું હતું.

લોકોને ન આવ્યો ભરોસો
હાલ કાર્તિક આર્યનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ફ્લાઈટમાં ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરતાં જોવા મળી રહ્યો છે. ઈકોનોમી ક્લાસમાં બેઠેલા લોકો કાર્તિકને જોતા જ આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને કેમેરા બહાર કાઢીને તેના ફોટા ક્લિક કરવાનું શરૂ કરી દીધું હતું. અને ઘણા લોકોને એક ક્ષણ માટે ભરોસો નહતો આવી રહ્યો કે એ સાચે જ કાર્તિક આર્યન છે કે નહીં.. હાલ આ વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો અભિનેતાના જોરદાર વખાણ કરી રહ્યા છે.

વિડીયો થયો વાયરલ
કાર્તિક આર્યન તેના સારા અને વિનમ્ર વર્તનને કારણે લોકો વચ્ચે ઘણો ઓળખીતો છે, તે ક્યારેય તેના ચાહકોને નિરાશ કરતો નથી. કાર્તિક હંમેશા તેના ફેન્સને ખાસ અનુભવ કરાવે છે. થોડા સમય પહેલા એક વીડિયો વાયરલ થયો હતો જેમાં બે છોકરીઓ આર્યનના ઘરની બહાર ઊભી હતી અને તેના નામની બૂમો પાડી રહી હતી. એ સમયે કાર્તિક આર્યન પોતે તેને મળવા આવ્યો હતો અને તસવીરો પણ પડાવી હતી. હાલ કાર્તિક આર્યન ફરી એક વખત ચર્ચામાં છે. સ્ટાર બન્યા પછી પણ તે ઘણી વખત ફ્લાઈટમાં ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરી છે.

કાર્તિક આર્યનની આવનરી ફિલ્મો
કાર્તિક આર્યનના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો એમની છેલ્લી ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ હતી જે ઘણી હિટ ગઈ હતી. કાર્તિક આર્યને હાલમાં જ તેની આવનારી ફિલ્મ ‘ફ્રેડી’નું શૂટિંગ પૂરું કર્યું છે અને આ સિવાય હાલ કાર્તિક સાજિદ નડિયાદવાલાની ફિલ્મ ‘સત્ય પ્રેમ કી કથા’નું શૂટિંગ કરી રહ્યો છે.જણાવી દઈએ કે તાજેતરમાં જ અભિનેતાએ તેની આગામી ફિલ્મ આશિકી 3 ની જાહેરાત પણ કરી હતી.