સામગ્રીનો ઉલ્લેખ નહીં, ઍક્સપાયરી ડેટ પણ નહીં
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.15
- Advertisement -
ઉનાળાની સિઝન શરૂૂ થઈ જતા માર્કેટમાં સોડાની માંગ એકાએક વધી જાય છે. કાળઝાળ ગરમી વચ્ચે રાજકોટમાં પણ જ્યાં જૂઓ ત્યાં સાદી સોડા, ખારી સોડા, મસાલા સોડા ધૂમ પીવાઈ રહી છે. તેમાં પણ ઠેરીવાળી સોડા તો સૌની ફેવરિટ છે ત્યારે ઠેરીવાળી સોડાના શોખીનો માટે જાણવા જેવી બાબત છે કે, શહેરભરમાં પ્લાસ્ટિકની બોટલમાં ઠેરીવાળી ખારી સોડા જેના પર ફરાળી સોડા લખ્યું છે એ ભારતીય ખાદ્ય સુરક્ષા અને માપદંડ નિયામક (FSSAI)ના નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે. રાજકોટ અને આસપાસના વિસ્તારમાં પાનની દુકાને લીલા કલરની પ્લાસ્ટિકની બોટલમાં ફરાલી નામથી 15 રૂૂ.માં મળી રહેલી ખારી સોડા ધૂમ મચાવી રહી છે પરંતુ આ ફરાલી ખારી સોડાની બોટલ પર ન તો એક્સપાઈરી ડેટ છાપેલી છે, ન તો તેમાં નાખવામાં આવેલા ક્ધટેન્ટ લખેલા છે, ન તો કિંમત કે બનાવટનું સ્થળ સહિતની માહિતી લખેલી છે.
નોંધનીય છે કે, લોકલથી લઈ મલ્ટીનેશનલ કંપનીની સાદી સોડાથી લઈ કોઈપણ સોડા જે પ્લાસ્ટિક કે કાચની બોટલમાં મળે છે તેના પર નિયમ મુજબ એક્સપાઈરી ડેટ, ક્ધટેન્ટ, કિંમત, સ્થળ વગેરેની માહિતી લખેલી હોય છે. રાજકોટ સહિત આસપાસના વિસ્તારમાં મળતી પાનની દુકાને લીલા કલરની પ્લાસ્ટિકની બોટલમાં ફરાલી નામથી 15 રૂૂ.માં મળી રહેલી ખારી સોડા ઓર કોઈ જ વિગત દર્શવવામાં આવી નહીં જે ખૂબ જ ગંભીર બાબત હોય ફૂડ વિભાગે તેના પર કાર્યવાહી કરવી જરૂૂરી બની જાય છે.
જરૂરી વિગત વિનાની સોડા પીવી જોખમી
- Advertisement -
ભારતમાં નાની-મોટી દરેક ચીજવસ્તુઓ પર ધારાધોરણ મુજબ એક્સપાઈરી ડેટ, ક્ધટેન્ટ, કિંમત, સ્થળ વગેરે માહિતી દર્શાવેલી હોય છે જેથી વેચનાર અને લેનારને તેના ઉપયોગ વિશે ખ્યાલ આવે. જ્યારે ફરાલી સોડાની બોટલ પર આ પ્રકારની કોઈ વિગત ન હોય તેનું સેવન હિતાવહ નથી. જે સોડાની બોટલ પર એક્સપાઈરી ડેટ, ક્ધટેન્ટ, કિંમત, સ્થળ વગેરેની માહિતી લખેલી હોય તે જ પીવી જોઈએ.