By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સ્પેસએક્સનું રોકેટ બેકાબૂ : આજે ચંદ્ર પર થશે વિસ્ફોટ
    12 hours ago
    આફતમાં અવસર : ઇરાન યુધ્ધમાં ૬ ઓઇલ કંપનીએ ૭ લાખ કરોડની કમાણી કરી
    12 hours ago
    ન્યુરાલિંકના નવા મિશનની જાહેરાત : હવે આંખો વગર પણ દેખાશે દુનિયા!
    13 hours ago
    પાકિસ્તાનના થશે ટુકડાં ?
    2 days ago
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સરકાર સીમાંકન બિલ પર વિશેષ સત્ર બોલાવી શકે છે
    12 hours ago
    મહારાષ્ટ્રમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ
    12 hours ago
    100 % શુધ્ધના લેબલ લગાવીને છેતરતી કંપનીઓ પર થશે કાર્યવાહી
    13 hours ago
    પેટ્રોલ પંપો પર શરૂ થશે પાયલોટ પ્રોજેક્ટ : વાહનનો વીમો નહીં તો ફ્યૂઅલ નહીં
    13 hours ago
    જંતર-મંતર પ્રોટેસ્ટને લોહિયાળ કરવાના ષડયંત્રનો પર્દાફાશ : ૯ આતંકી ઝડપાયા
    13 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 days ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    5 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    7 days ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    1 week ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 week ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શિક્ષકોની ભૂમિકા: અમુક માન્યતાઓ અને તથ્યો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > શિક્ષકોની ભૂમિકા: અમુક માન્યતાઓ અને તથ્યો
Author

શિક્ષકોની ભૂમિકા: અમુક માન્યતાઓ અને તથ્યો

Khaskhabar Editor
Last updated: 2025/07/12 at 4:11 PM
Khaskhabar Editor 1 year ago
Share
8 Min Read
SHARE
સિદ્ધાર્થ રાઠોડ
પ્રસ્થાન:
તું નાનો, હું મોટો –
એવો ખ્યાલ જગતનો ખોટો ;
આ નાનો, આ મોટો –
એવો મૂરખ કરતા ગોટો.
ખારા જળનો દરિયો ભરિયો,
મીઠા જળનો લોટો ;
તરસ્યાને તો દરિયાથીયે
લોટો લાગે મોટો.
નાના છોડે મહેકી ઊઠે
કેવો ગુલાબગોટો !
ઊંચા ઊંચા ઝાડે તમને
જડશે એનો જોટો ?
મન નાનું તે નાનો,
જેનું મન મોટું તે મોટો
-પ્રેમશંકર ભટ્ટી
ગુરુ પૂર્ણિમા જેવો તહેવાર હમણાં ગયો અને તે સમયે શિક્ષકોને ગુરુ કહેવામાં આવે છે તો તે બાબતે થોડી સ્પષ્ટતા કરવામાં ઇરાદાથી આ લેખ લખ્યો છે. શિક્ષણના વ્યવસાય સાથે છેલ્લાં આઠ વર્ષથી વધુ સમયથી સંકળાયેલા હોવાના કારણે આજે અમુક બાબતો વિષે લખવાનું મન થયું છે તો લખું. ઘણી બાબતો ખોટી ખોટી ચગાવવામાં આવી છે તો તે વિશે થોડી સ્પષ્ટતા કરવાનો પ્રયત્ન છે. સમાજમાં શિક્ષકોની મહત્તા તથા સ્થાન વિશે જોઈએ તો બે વિરોધાભાસી બે અંતિમો જોવા મળે છે. એટલિસ્ટ મને તો એમ જ લાગે છે. એક બાજુ શિક્ષણની વાત આવે એટલે ગુરુ શબ્દ જ મન ફાવે તેમ ઉછાળવામાં આવે, સ્વામી વિવેકાનંદ, એપીજે અબ્દુલ કલામ, નચિકેતા, સાંદિપની થી લઈને વિદેશના હેલન કેલર કે આઈન્સ્ટાઈન સુધીની ચર્ચા થાય,ગુરુ પૂર્ણિમા ના દિવસ તથા શિક્ષક દિન પર શિક્ષકોને ઉછળી ઉછળીને વિશ કરવામાં આવે, તેના પર આધારિત સ્ટેટસ મૂકવામાં આવે, શિક્ષકોને માતા ભગવાનની સમાન દરજ્જો આપવાની વાતો થાય. – આ એક અંતિમ છે તો શિક્ષકોને ઘર ચાલે તેટલો પણ પગાર ન મળે કે કોઈ માણસ શિક્ષક હોય તો બાય ડિફોલ્ટ તેને બોરિંગ કે વેદિયા-પંતુજી નું લેબલ મારવામાં આવે (સ્વાનુભવ છે!),  શિક્ષકનું કામ તો કોઈપણ કરી શકે તેવી માન્યતાને પોષવામાં આવે(આ પણ જોયેલું છે!), કોઈપણ વ્યક્તિ શિક્ષક તરીકે ચાલે તેવું માનવામાં આવે છે. – આ પણ એક અંતિમ છે. આ બંને અંતિમો વચ્ચે મને જેટલો અનુભવ છે તેના દ્વારા એક નાનકડો પુલ બનાવવાનો પ્રયત્ન! મારા વ્યવસાયના આજે ઘણા મિત્રો અભિમાનમાં રાચતા હોય,જેને અમારે ત્યાં રાજકોટમાં ’હવા ભરાઈ જવી’ કહેવાય છે તેવી પરિસ્થિતિમાં હોય છે. “હું હીરા ઘસુ છું પણ વર્ગોમાં!”, “શિક્ષક કભી સાધારણ નહિ હોતા…”, “રાષ્ટ્રનિર્માણ કરું છું” જેવા વાક્યો વાર-તહેવારે સ્વાદાનુસાર આજુબાજુના લોકો પર રોલો પાડવા માટે ભભરાવવામાં આવતા હોય છે. આ બધા મિત્રો ને મારે ખાલી એટલું પૂછવાનું કે તમે આ જેટલા કવોટ્સ ઉછાળો છો તેમાં તમારો પોતાનો અનુભવ કેટલો? ઘણા મિત્રોને વાત કડવી લાગશે પણ પ્રેક્ટીકલી જુઓ તો આપણે કોર્સ પરીક્ષાને માર્કમાંથી એટલા ઊંચા નથી આવતા કે ખરેખર શિક્ષણની ગુણવત્તા પર ધ્યાન દઈએ, જે ખરું શિક્ષણ છે તેના પર ધ્યાન ધરીએ. શિક્ષણ એટલે ખાલી પરીક્ષામાં સારા માર્ક લાવવા તેમ જ નથી. બરછટ પ્રામાણિકતાથી કહું તો જે શિક્ષકોને પાઠ્યપુસ્તક વગર ચાર પાંચ લીટી ભણાવતા ફાવતું ન હોય, અભ્યાસક્રમ સિવાયની ત્રણ ચાર બાબતો પણ જેણે વિદ્યાર્થીઓને શીખવી ન હોય અને જેમને જોઈને વિદ્યાર્થીઓના ચહેરા પર કંટાળો છવાઈ જતો તેઓને કોઈપણ મહાપુરુષોના કોઈપણ જાતના શિક્ષકોના કવોટ્સ ટાંકીને ગર્વ અનુભવવા નો કોઈ હક નથી. વાલીઓ વિદ્યાર્થીઓ આપણને એટલું માન આપે એ અલગ બાબત છે પણ આપણને આપણે કેટલા પાણીમાં છીએ એ ખબર હોવી જોઈએ. મહાન કાર્ય કે ગમે એવું કાર્ય કરવાની પૂર્વશરત મારા માટે એ છે કે આપણે કોઈ મહાન કામ કરીએ છીએ એવો ફાંકો મનમાંથી કાઢીને સહજતાથી કામ કરવું. આપણે જે કામ કરીએ છીએ તેનું આપણને વેતન મળે છે કોઈ સેવા કરતા નથી! ખોટા ગર્વ કે ખોટા માન નો આગ્રહ નહીં રાખવો.
ઘણા વાલીઓ કે અન્ય લોકોને શિક્ષકોની કોઈ વાત સાંભળવા મળે કે તરત જ તેઓ “તમે તો ગુરુ છો”ની માળા જપવા માંડે. શિક્ષકો પાસે આવીને આદર્શ વ્યક્તિત્વ ગુરુ-શિષ્ય પરંપરા ની વાતો કરવા માંડે. આવા લોકો એ બધાને મારે એટલું જ કહેવાનું કે શિક્ષકો પણ આખરે માણસો છે એમને પણ ગુસ્સો આવે એમને પણ થોડી રાહતની ઈચ્છા હોય! મોટા ભાગના વડીલોનો એમની જુરાસિક કાળની દંતકથાઓ કહેતા જોયા છે કે અમે તો માસ્તરને શેરીમાં જોઈએ તો રસ્તો ફેરવી લેતા અને આજે….! તમારી વાતો તમારી પાસે રાખો. હવે નું શિક્ષણ ’આત્મીયતા’ માંગે છે. વિદ્યાર્થીના મિત્ર બનીને તેને જણાવવું એ અત્યારના સમયની માંગ છે તેના માટે આદરનો દુરાગ્રહ છોડીને નિખાલસતા નો જોખમી પણ અસરકારક માર્ગ અપનાવો પડે. શિક્ષકે પોતાનું સન્માનનીય સ્થાન છોડીને પણ વિદ્યાર્થીની સાથે બેસવું રહ્યું એવું હું માનું છું, બીજા સહમત હોય કે અસહમત!બાકી ગુરુ શિષ્યના સંબંધો કોઈ વાત કરવી જ નહીં. હે જડસુ આત્માઓ, એ સમયમાં માતા-પિતા સળંગ દસ દસ વર્ષ કોઈના વિશ્વાસ પર બાળકોને આશ્રમમા મૂકતા અને અમે તમારા દેવના દીધેલ ને ખાલી એક બે કડવા શબ્દો કહીએ તો પણ ખબખબ કરતા હાલ્યા આવો છો! બેશક શિક્ષણ એ જ્ઞાનને સ્પર્શતી બાબત છે પણ ખાલી જ્ઞાન એ જ શિક્ષણ નથી.જ્ઞાનની સાથે કલ્પનાશીલતા અને મનોરંજન એ બે ગુણો પણ શિક્ષકની આવડતના માપદંડ હોવા જોઈએ. ઘણા શિક્ષકો જ્ઞાની હોય છે પણ તેમના જ્ઞાન મુજબનું ’ડિલિવર’ કરી શકતા નથી. તેના સ્થાને ઘણા શિક્ષકો શાસ્ત્રીય રીતે ઓછા જ્ઞાની હોય તો પણ તેમને જેટલું આવડતું હોય કલ્પનાશીલતા વડે તેમાંથી મોટા ભાગનું પોતાના વિદ્યાર્થીઓને આપતા હોય છે. એવા શિક્ષકો નું મહત્વ સમજવું રહ્યું.  મને સૌથી વિચિત્ર અને વાહિયાત લાગતી અને ક્યારેય ગળે ન ઉતરતી બાબત વધુ આવડત ધરાવતા અને ક્વોલિફાઈડ શિક્ષકોને માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક ધોરણમાં ભણાવવાનું સોંપાય અને પ્રાથમિક ધોરણોમાં ઓછા પગાર માં પોસાતા શિક્ષકોને રખાય એ છે.
જેમ બકાલા વાળો બટાકા ટામેટા જોડે લીમડા ની ડાળી મફત આપે એમ પ્રાથમિક શિક્ષણમાં ગુજરાતીના શિક્ષક સાઈડમાં સામાજિક વિજ્ઞાન લેતા હોય અથવા એમને સોંપવામાં આવે આવી સ્થિતિ છે. સૌથી સારા, કૌશલ્યવાન અને ક્વોલિફાઈડ શિક્ષકોએ જ પ્રાથમિક ધોરણો ભણાવવા જોઈએ. ત્યારે બાળકનું મન કોરી પાટી જેવું હોય છે. બેશરમ થઈને કહું છું કે પૈસા વધારે મળતા હોત તો પ્રાથમિક ધોરણોમાં હું ભણાવતો હોત. હું શું કામ ભણાવું છું?! સાવ સાચું કહું તો પૈસા માટે પણ તેના પછી અને અમુક વાર તેના કરતાં વધુ મહત્વની બાબત મને મજા આવવી જોઈએ એ છે. દુનિયા પૈસા ઉપર ચાલે છે અને મને મારા કામમાં સારા પૈસા મળે છે. તેના સિવાય મને મારી આવડત નો અહેસાસ છે અને તેના દ્વારા મને મારા કામમાં આનંદ મળે છે તે મારું વળતર છે. હું મારા લેક્ચર દરમિયાન મારા વિદ્યાર્થીઓના ચહેરા જોવા માટે ટેવાયેલો છું. આટલા વર્ષોમાં ચુનંદી ક્ષણો માણી છે જે દરમિયાન મને લાગે કે વિદ્યાર્થીઓને મારા લેક્ચરમાં બહુ મજા આવી અને પૂરા રસ થી તેઓ ભણ્યા બસ આ ક્ષણોની યાદો એ મારી સૌથી અનમોલ મૂડી છે. જે દિવસે હું સારું ભણાવું નહીં તે દિવસે મારો મૂડ ખરાબ હોય અને જે દિવસે હું સારું ભણાવો તે દિવસે હું ખૂબ ખુશ હોય. – બસ મારા શિક્ષક હોવાનો અર્થ આ છે. વિદ્યાર્થી છે તો શિક્ષક છે. શિક્ષક કરતાં વધુ મહત્વ વિદ્યાર્થીનું છે. શિક્ષક એ પોતે વિકસીત વિદ્યાર્થી જ છે.
 પૂર્ણાહુતિ:
હું કોઈને કંઇ શીખવી શકતો નથી પણ માત્ર તેમને વિચારતા કરી શકું છું
– સોક્રેટિસ

You Might Also Like

‘કૈલાશ પરબત’માં નિરાશા, ‘સર્વસ્યમ્’ અને ‘ઈનર સર્કલ’માં મોજેમોજ

સાયબર ગુનાઓનું પેરેલલ વર્લ્ડ : ડાર્ક વેબ પર ચાલે છે ગેરકાયદે ધમધમાટ બજાર

કેન્સરના છેલ્લા સ્ટેજે પહોંચેલા લેખકની અંતિમ કથા અને યોગ્ય વારસદારની અનોખી શોધની વાર્તા

ભાગીદારી પેઢીમાં ભાગીદારો વચ્ચેનાં વિવાદો અને કાનૂની ઉકેલ

એક ભડવીરની ઘરવાપસીની કહાણી

TAGGED: Facts, Some Myths
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આપણા બધાંની અંદર ક્યાંક ને ક્યાંક મત્સ્યેન્દ્રનાથ રહેલા છે
Next Article પહેલાં માણસને પ્રેમ કરો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

સરકાર સીમાંકન બિલ પર વિશેષ સત્ર બોલાવી શકે છે

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
સ્પેસએક્સનું રોકેટ બેકાબૂ : આજે ચંદ્ર પર થશે વિસ્ફોટ
મહારાષ્ટ્રમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ
આફતમાં અવસર : ઇરાન યુધ્ધમાં ૬ ઓઇલ કંપનીએ ૭ લાખ કરોડની કમાણી કરી
સમાજસેવા અને સંગઠનશક્તિના યુવા અગ્રણી તેજસભાઇ ભટ્ટીનો આજે જન્મદિવસ
માત્ર રૂ. 500ના ટોકન દરે મળશે એક ફૂટ ઊંચાઈની માટીની ગણેશ મૂર્તિ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorKinnar Acharya

‘કૈલાશ પરબત’માં નિરાશા, ‘સર્વસ્યમ્’ અને ‘ઈનર સર્કલ’માં મોજેમોજ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

સાયબર ગુનાઓનું પેરેલલ વર્લ્ડ : ડાર્ક વેબ પર ચાલે છે ગેરકાયદે ધમધમાટ બજાર

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Author

કેન્સરના છેલ્લા સ્ટેજે પહોંચેલા લેખકની અંતિમ કથા અને યોગ્ય વારસદારની અનોખી શોધની વાર્તા

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?