દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રાષ્ટ્રપતિ કાર્યાલયે માહિતી આપી છે કે તેમને હળવાં લક્ષણો છે અને સારવાર હેઠળ છે. રામાફોસાએ વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે. જ્યાં સુધી તેઓ સ્વસ્થ નહીં થાય ત્યાં સુધી તેઓ સેલ્ફ-આઇસોલેશનમાં રહેશે. ત્યાં સુધી રાષ્ટ્રપતિની જવાબદારી ઉપરાષ્ટ્રપતિ ડેવિડમબુજા સંભાળશે. કેપટાઉનમાં એક કાર્યક્રમમાંથી પરત ફર્યા બાદ રામાફોસાની તબિયત બગડવા લાગી હતી, ત્યાર બાદ તેને ડોક્ટરોની દેખરેખમાં રાખવામાં આવ્યા છે. ગયા મહિને ઓમિક્રોન વેરિયન્ટ પ્રથમ વખત દક્ષિણ આફ્રિકામાં મળી આવ્યો હતો.
આ વેરિયન્ટ વધુ ચેપી હોવાના સમાચાર પછી આખી દુનિયામાં હાહાકાર મચી ગયો છે.