કેન્દ્ર સરકારે ભાડા વધારાનો જે પ્રતિબંધ કોરોના કાળમાં એરલાઈન્સ પર મૂક્યો હતો તે હટાવી લીધો છે જેને કારણે એરલાઈન્સ હવે વિમાની ભાડા વધારી શકે છે.

આગામી દિવસોમાં એરલાઈન્સ હવે હવાઈ સફર મોંઘી કરશે તે નક્કી છે કારણે હવે સરકારે તેમને ભાડા વધારાની છૂટ આપી છે.

એરલાઇન્સ હવે મુસાફરો પાસેથી કેટલું ભાડું વસૂલવું તે નક્કી કરવા માટે સ્વતંત્ર છે. સરકારે રોગચાળો શરૂ થયો ત્યારે હવાઈ ભાડા પર જે મર્યાદા મૂકી હતી તેને હવે દૂર કરી દીધી છે.

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી સિંધિયાએ કર્યું ટ્વિટ
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિઁધિયાએ ટ્વિટ કરીને એવું જણાવ્યું કે રોજબરોજની માગ અને એર ટર્બાઈલ ફ્યુઅલની કાળજીપૂર્વક કરાયેલી સમીક્ષા બાદ હવાઈ ભાડા પરનો પ્રતિબંધ દૂર કરવાનો નિર્ણય લેવાયો છે. હવે એરલાઈન્સમાં સ્થિરતા શરુ થઈ છે અને અમને ગળા સુધી ખાતરી છે કે નજીકના ભવિષ્યમાં ઘરેલુ ટ્રાફિક માટે એવિએશન સેક્ટરનો ખૂબ વિકાસ થશે.

અપર અને લોઅર લિમિટ પણ હટાવાઈ
સરકારી આદેશ બાદ હવે ભાડા પર કોઈ પ્રતિબંધ રહ્યો નથી- અપર અને લોઅર લિમિટ પણ દૂર કરી દેવાઈ છે જોકે એરલાઈન્સ ટિકિટમાં છૂટ આપી શકે છે.

સરકારે કોરોનામાં એરલાઈન્સ પર ભાડા વધારા પર મૂક્યો હતો પ્રતિબંધ
કોરોના કાળમાં સરકારે ભાડા વધારા પર પ્રતિબંધ મૂક્યો હતો જેને કારણે એરલાઈન્સ ભાડા વધારી શકતી નહોતી પરંતુ હવે સરકારે એરલાઈન્સ કંપનીઓને મોકળું મેદાન આપ્યું છે જેને કારણે ભાડા વધવાનું નક્કી છે. એરલાઈન્સ છેલ્લા ઘણા સમયથી એવી માગ કરી હતી કે ભાડા ન વધારાને કારણે તેમને મોટી ખોટ જઈ રહી છે.

આગામી સમયમાં હવાઈ મુસાફરી મોંઘી બનશે
સરકારે ભાડા વધારાની મર્યાદા હટાવી હોવાથી હવે ગમે ત્યારે એરલાઈન્સ કંપનીઓ હવાઈ ભાડામાં વધારો કરી શકે છે.