કેન્દ્ર સરકારે ઈન્ડિયા-યુએઈ કોમ્પ્રેહેન્સિવ ઈકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ (CEPA) અંતર્ગત સોનાના અમુક પ્રકારના આભૂષણોની આયાત પર પ્રતિબંધ લાદ્યો છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT)એ આ અંગે નોટિફિકેશન જારી કરી જણાવ્યું હતું.
DGFTએ જણાવ્યું હતું કે, ભારત-યુએઈ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ટીઆરક્યુ (ટેરિફ રેટ ક્વોટા) અંતર્ગત આયાત પર કોઈ પ્રતિબંધો લાગુ થશે નહીં. હીરા-મોતીથી જડિત સોનાના દાગીના, અમુક પ્રકારના ડાયમંડ, અને અન્ય કિંમતી તથા અર્ધકિંમતી રત્નોની આયાત પર પ્રતિબંધ લાદ્યો હતો.
- Advertisement -
ઉદ્યોગ નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, આ પ્રકારની જ્વેલરીની આયાત પર પ્રતિબંધ લાદ્યો હતો. સરકારે આ નિર્ણયની સીધી અસર ઈન્ડોનેશિયા અને તાંઝાનિયામાંથી આયાત થતાં હીરા-મોતી જડિત સોનાના દાગીના પર થશે. પ્રતિબંધિત કેટેગરી અંતર્ગત સામેલ માલ-સામાનની આયાત માટે સરકાર પાસેથી લાયન્સ કે મંજૂરી લેવી જરૂરી બને છે.
પ્રતિબંધ લાદવા પાછળનું કારણ
સોનાની આયાત પર કેન્દ્ર સરકાર 15 ટકા ડ્યુટી વસૂલે છે, જો કે, ઈન્ડિયન-એશિયન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ હેઠળ ઈન્ડોનેશિયા અને તાંઝાનિયા જેવા દેશોમાંથી હીરા-મોતી જડિત સોનાના આભૂષણોની આયાત છેલ્લા થોડા સમયથી વધી છે. વેપારીઓ આ દેશોમાંથી ડ્યુટી ફ્રી આયાત કરી દેશમાં સોનુ ઓગાળી જ્વેલરી બનાવી સારો એવો નફો કમાઈ રહ્યા હોવાનું જાણવા મળ્યુ છે.
- Advertisement -
ઈન્ડોનેશિયા સાથે ભારતે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ કરેલો છે. જેથી ઈન્ડોનેશિયામાંથી આ ઘરેણાંની આયાતમાં અનેકગણો વધારો થયો હતો. બીજી બાજુ તાંઝાનિયામાંથી પણ આ વસ્તુઓની આયાત વધી હોવાથી કેન્દ્ર સરકારે આ પગલું લીધુ છે.