લેખકનું મૃત્યુ? આ શું છે? ચાલો, આજે એક ફ્રેન્ચ નિબંધકાર રોલન્ડ બાથ્સના વિચારોમાં ડોકિયું કરીએ અને જાણીએ. રોલન્ડ બાથ્સ એમના નિબંધ “The Death Of The Author”માં શરૂઆતમાં કહે છે કે, આપણે જાણતા નથી પણ લખાણ એ દરેક અવાજનો નાશ છે . મતલબ, લખાણ તટસ્થ હોય છે કે જ્યાં દરેક ઓળખ(લેખક)નો અવાજ એનો પોતાનો હોતો જ નથી.
– ખુશાલી બરછા
- રોલન્ડના નિબંધમાં આવતા બીજા મહત્વના મુદ્દાઓ આ પ્રમાણે છે:
- તે ભાષા છે કે જે બોલે છે, નહીં કે લેખક, જે લખે છે.
- લખાણને એક જ અર્થ ન હોઈ શકે.
- લેખકની એકમાત્ર શક્તિ એ છે કે એ અનેક લખાણોને ભેળવી શકે.
- જ્યારે લખાણમાંથી લેખક લુપ્ત થાય છે ત્યારે એને ઉકેલવાનું કામ નિરર્થક હોય છે.
- સાહિત્યમાં કોઈ ’આખરી’ અર્થ ના શોધીને ક્રાંતિ લાવી શકાય છે.

- એ કહે છે કે, “કોઈ લેખક કશું કહેતો જ નથી પણ વાંચન જ કંઈક તારવવાની સાચી રીત છે. વાચક ’મેટર’ કરે છે, નહીં કે લેખક. કોઈ લખાણનું એકત્વ એના મૂળ સ્ત્રોતમાં નહીં પણ એની મંઝીલમાં, એટલે કે, એના વાચકોમાં હોય છે. તેઓ જે રીતે અર્થ તારવે છે એ મહત્વનું છે. છેલ્લે એ કહે છે કે, લખાણને એનું ભવિષ્ય આપવા માટે જરૂરી એ છે કે ‘The birth of the reader must be at the cost of the death of the author.’.. આ આખી વાતમાં પ્લેટો કે જે ગ્રીક તત્વચિંતક હતા એમનો સાદ સંભળાતો હોય એવું લાગે છે અને એ વાતથી હું વિરમું છું : Everything is a copy of a copy.



