ખાસ-ખબર સંવાદદાતા
નર્મદા ડેમ નજીક વિશ્વની સૌથી ઐંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી બાદ આધુનિક દુનિયાની વધુ એક વલ્ર્ડકલાસ અજાયબી ઉત્તર ગુજરાતમાં ધરોઈ ડેમ પાસે આકાર લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂચન બાદ ગુજરાત સરકારે ધરોઈ ખાતે અવકાશ વેધશાળા ગ્રહનક્ષત્રો તથા હવામાનમાં પરિવર્તનોનું નિરીક્ષણ કરવા માટેની ઇમારત) કમ મનોરંજન માટેની ઈમારત ઊભી કરવાનો વિસ્તૃત પ્લાન તૈયાર કર્યેા છે. ધરોઈ પીએમ મોદી ના વતન વડનગરથી થોડા કિલોમીટર દૂર આવેલું છે.
- Advertisement -
આ પ્રોજેકટના પ્રસ્તાવને મંજૂરી માટે વડાપ્રધાન કાર્યાલય માં મોકલવામાં આવ્યો છે. આ પ્રોજેકટ પાછળ અંદાજિત 1,041 કરોડ રૂપિયા ખર્ચાશે અને ત્રણ વર્ષમાં નિર્માણ કાર્ય થશે. ધરોઈમાં બનતી 140 મીટર ઉંચાઈનું ટાવર ભારતની સૌથી ઉંચી અવકાશ વેધશાળા હશે. અહીં ટેલિસ્કોપ ગેલેરી, વ્યૂઈંગ પોઈન્ટ અને ખગોળશાક્રીય વેધશાળા હશે.