વિશેષ: જીજ્ઞાશા દવેરા
1951માં ભારતીય રેલ્વેની સ્થાપના દેશમાં કાર્યરત 42 વિવિધ રેલ્વે કંપનીઓના એકીકરણ દ્વારા કરવામાં આવી હતી જે કુલ 55000 કિ.મી.માં ફેલાયેલી હતી
- Advertisement -
વિશ્ર્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશોમાંનો એક હોવાને કારણે રેલ્વે ભારતમાં પરિવહનના સસ્તા અને ઝડપી માધ્યમ તરીકે સેવા આપે છે. ભારતીય રેલ્વે એ દેશની પરિવહન પ્રણાલીની જીવાદોરી છે અને તે વિશ્ર્વનું ચોથું સૌથી મોટું રેલ નેટવર્ક છે. આજે આ લેખમાં આપણે ભારતીય રેલ્વેની ટોચની 10 સૌથી ઝડપી ટ્રેનોની ચર્ચા કરીશું. આ ટ્રેનો ખૂબ જ ઝડપે મુસાફરી કરાવે છે અને ઓછા વિશેષસમયમાં મોટા અંતરને આવરી લે છે. ટૂંક સમયમાં નવી ટ્રેનો આવશે જે આ ટ્રેનો કરતાં ઘણી વધુ ઝડપી હશે અને આ ટ્રેનો જે સ્પીડ અને સુવિધાઓ પ્રદાન કરે છે.
1951માં ભારતીય રેલ્વેની સ્થાપના દેશમાં કાર્યરત 42 વિવિધ રેલ્વે કંપનીઓના એકીકરણ દ્વારા કરવામાં આવી હતી જે કુલ 55000 કિ.મી. (34000 માઈલ)માં ફેલાયેલી હતી. સમગ્ર દેશમાં રેલવે નેટવર્કને વહિવટી હેતુઓ માટે 1951-52માં છ પ્રાદેશિક ઝોનમાં પુન: સંગઠીત કરવામાં આવ્યું હતું. જે વર્ષો પછી ધીમે ધીમે 18 ઝોનમાં વિસ્તરણ કરવામાં આવ્યું હતું.
પ્રથમ સ્ટીમ ઓપરેટેડ રેલ્વે 1837માં મદ્રાસમાં ઓપરેટ કરવામાં આવી હતી. જેમાં બોમ્બે અને થાણે વચ્ચે 1853માં પ્રથમ પેસેન્જર ઓપરેટ થયું હતું. 1925માં બોમ્બેમાં ડીસી ટ્રેકશન પર પ્રથમ ઈલેકટ્રીક ટ્રેન દોડી હતી. 1955માં મદ્રાસ ખાતે પ્રથમ કોચ મેન્યુફેકચરિંગ યુનિટની સ્થાપના સાથે ચિતરંજન ખાતે 1950માં પ્રથમ લોકોમોટિવ મેન્યુફેકચરિંગ યુનિટ શરૂ કરવામાં આવ્યું હતું.
- Advertisement -
ભારતીય રેલ્વે એક્સપ્રેસ મુસાફરો અને ઉપનગરીય ટ્રેનોના વિવિધ વર્ગો ચલાવે છે. 2018-19માં તેણે 7,325 સ્ટેશનોને આવરી લેતી સરેરાશ દૈનિક 13,523 ટ્રેનોનું સંચાલન કર્યું અને 8.44 અબજ મુસાફરોનું વહન કર્યું. ભારતીય રેલ્વે નુર પરિવહનના વિવિધ વર્ગોનું પણ સંચાલન કરે છે. 2022-23માં તેેણે સરેરાશ દૈનિક 8,479 ટ્રેનોનું સંચાલન કર્યું અને 1419.1 મિલિયન ટન નુરનું પરિવહન કર્યું. ભારતીય રેલ્વે સ્વમાલિકીના કોચ ઉત્પાદન સુવિધાઓ દ્વારા ઉત્પાદિત રોલિંગ સ્ટોકના બહુવિધ વર્ગોનું સંચાલન કરે છે. માર્ચ 2022 સુધીમાં ભારતીય રેલ્વેના રોલિંગ સ્ટોકમાં 3,18,196 માલવાહક વેગન અને 84,863 પેસેન્જર કોચનો સમાવેશ થાય છે. આ તો થઈ પહેલાંના સમયની રેલ્વે વ્યવસ્થાની. હવે વાત કરીશું હાલના સમયમાં ભારતમાં એકદમ નવી ગતિથી ચાલતી ટ્રેનની. હાલમાં આઠ કાર્યરત વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો છે, દરેક અલગ અલગ રૂટ સેવા આપે છે.
(1) નવી દિલ્હીથી કટરા
(2) નવી દિલ્હીથી વારાણસી
(3) નવી દિલ્હીથી અંબઅંદૌરા
(4) મુંબઈ સેન્ટ્રલથી ગાંધીનગર
(5) ચેન્નાઈથી મૈસુર
(6) હાવડાથી ન્યુ જલપાઈગુડી
(7) બિલાસપુરથી નાગપુર
(8) વિશાખાપટ્ટનમથી સિકંદરાબાદ
ભારતીય રેલ્વએ 2017માં સેમી હાઈસ્પીડ ટ્રેન તેજસ એક્સપ્રેસ રજૂ કરી. તે મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનથી કરમાલી ગોવા સુધી ચાલે છે. અને સમકાલીન ઓનબોર્ડ સુવિધાઓ પ્રદાન કરે છે. મુંબઈથી ગોવા સુધી 551 કિ.મી.નું અંતર કાપવામાં 8.5 કલાકનો સમય લાગે છે. બે વધારાની તેજસ લાઈન લખનૌથી આનંદવિહાર ટર્મિનલ અને નવી દિલ્હીથી ચંદીગઢ સુધી છે. તેજસ એક્સપ્રેસની સરેરાશ ઝડપ 110 કિમી.- કલાક છે અને મહત્તમ ઝડપ 162 કિ.મી.- કલાક છે. એલસીડી સ્ક્રીન, યુએસબી ચાર્જર અને એટેન્ડન્ટ ક્રેઝન બટન્સ જેવી અસંખ્ય વધારાની સુવિધાઓ ઉપરાંત તે સમકાલીન એરક્રાફટ- શૈલી સુવિધાઓથી સજ્જ છે.