વેરાવળ નજીક પોદાર આંતરરાષ્ટ્રીય શાળા ખાતે જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં નૃત્ય તરંગ થીમ આધારિત વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી કરવામાં આવી હતી. ત્યાર બાદ વિનર હાઉસના સભ્યોને આચાર્ય જયેન્દ્રભાઈ બારડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.ત્યારબાદ સમગ્ર ભારતના અલગ અલગ પ્રદેશની સંસ્કૃતિને પ્રદર્શિત કરતી કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી. આ તકે જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ પોતાના ઉદ્બોધનમાં વાલીઓને સંદેશ આપતા જણાવ્યું હતું કે હું પણ એક વાલી જ છું.આપણે આપણા બાળકને લઈને એટલે લાગણીસભર બની જઈએ છીએ કે તેને એટલી સુવિધાઓ આપો દઈએ છીએ જેના લીધે તેનો ક્યારેક કુદરતી વિકાસ રૂંધાય છે.હું શાળાને પણ અપીલ કરું છું કે આવી ઘણી બાબતોમાં તેમણે વાલીને પણ માર્ગદર્શન આપવું જોઈએ જેથી આપણા બાળકનો સારી રીતે વિકાસ થઈ શકે.
વેરાવળની શાળામાં વાર્ષિકોત્સવનું જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજન
You Might Also Like
TAGGED:
annualfestival, DISTRICTPOLICECHIEF, ManoharSinghJadeja, SCHOOL, veraval
Follow US
Find US on Social Medias