જૂનાગઢની સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ખાતે શ્રી ભગવાન મહાવિર વિકલાંક સહાયતા સમિતિ અમદાવાદના સંયુકત ઉપક્રમે દિવ્યાંગો માટે ટ્રાઇસીકલ અને વ્હીલ ચેર માટેના મહાકેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં દિવ્યાંગોને નિ:શુલ્ક સાધનોનું વિતરણ કરવામાં આવેલ. જેમાં કુલ 115 જેટલા દિવ્યાંગોએ આ કેમ્પનો લાભ લીધો હતો. આ પ્રસંગે લલીતભાઇ જૈન, મુકેશભાઇ મહેતા, સંગીતાબેન મહેતા, મોનટુભાઇ પટવાર, રમેશભાઇ ચોપડા, મહેન્દ્રભટ્ટ તેમજ સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઇ પરમાર સહિતના દાતાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જૂનાગઢમાં દિવ્યાંગો માટે વિનામૂલ્યે ટ્રાઇસીકલ અને વ્હીલ ચેર મહાકેમ્પ યોજાયો
Follow US
Find US on Social Medias