– તાજમહેલની અંદરના 22 રૂમમાં હિંદુ મૂર્તિઓ અને શિલાલેખઓ છુપાયેલા હોવાનું માનવામાં આવી રહ્યું છે
- Advertisement -
તાજમહેલને લઇને હાઇકોર્ટ અરજીકર્તાને ફટકાર લગાવી છે. જસ્ટિસ ડી કે ઉપાધ્યાયએ અરજીકર્તાને ફટકારતા કહ્યું કે, PIL નો દુરપયોગ ના કરો. તાજમહેલ કોણે બંધાવ્યો તેનું રિસર્ચ કરો. કોર્ટએ આગળ કહ્યું કે, યુનિવર્સિટી જાઓ, પીએચડી કરો, રિસર્ચ કરવામાં કોઇ રોકે તો કોર્ટ આવજો.
હાઇકોર્ટના જસ્ટિસ ડીકે ઉપાધ્યાયએ અરજીકર્તાને પૂછયું કે, ઇતિહાસ શું તમારા મતે ભણાવવામાં આવશે. તાજમહેલ કેમ બન્યો, કોણે બંધાવ્યો, જાઓ વાંચો અને પહેલા જાણકારી એકઠી કરો. જસ્ટિસ ઉપાધ્યાયએ કોર્ટરૂમમાં પ્રશ્ન પર પ્રશ્નો કર્યો, તેમણે કહ્યું પીઆઇએલ વ્યવસ્થા કોઇ મજાક નથી. જાણકારી મુજબ, લંચ બ્રક પછી હાઇકોર્ટમાં ફરીથી આ બાબતે સુનાવણી થશે.
તાજમહેલને લઇને વિવાદની શરૂઆત ઇતિહાસકાર પીએન ઓકની બૂક ટ્રૂ સ્ટોરી ઓફ તાજથી શરૂ થયો હતો. આ બૂકમાં તાજમહેલને શિવ મંદિર હોય તેવા કેટલાય દાવા કરવામાં આવ્યા હતા. કેટલાક ઇતિહાસકારોનો દાવો છો કો તાજમહેલમાં મુખ્ય મકબરા તેમજ ચમેલી ફર્શની નીચે 22 રૂમ બનેલા છે, જેને બંધ કરવામાં આવ્યા છે.
- Advertisement -
ઇતિહાસકારોનું માનવું છે કે, ચમેલી ફર્શ પર યમુના કિનારા પાસેના બેઝમેન્ટની નીચે જઇને બે જગ્યા પર સીડીઓ બનેલી છે, જેના પર લોખંડની જારી લગાવીને બંધ કરવામાં આવ્યુ છે. લગભગ 45 વર્ષ પહેલા સુધી સીડીની નીચેના રસ્તા ખુલેલા હતા. જેના 22 રૂમ ખોલવાની અરજી દાખલ કરવામાં આવી છે.
1666માં શાહજહાંનું મૃત્યુ થઇ ગયુ, પરંતુ વિવાદ તો ચાલુ જ રહ્યો. વચ્ચે તો એવી અફવા ફેલાઇ હતી કે, તાજમહેલ એક તેજોમહાલય છે અને હિંદુઓની આસ્થઆનું કેન્દ્ર છે. અલાહાબાદ હાઇકોર્ટની લખનૌ બેચમાં અયોધ્યામાં બીજેપીના મીડિયા હેડરજનીશ સિંહએ એક અરજી દાખલ કરી છે.
અરજીકર્તાએ માગણી કરી છે કે ભારતીય પુરાતત્વ સર્વક્ષણને મંજુરી આપવામાં આવે કે તાજમહેલની અંદરના 22 રૂમ ખોલે, જેમાંથી ખબર પડે કે ત્યાં હિંદુ મૂર્તિઓ અને શિલાલેખઓ છુપાયેલા છે કે નહીં? રજનીશ સિંહના વકીલ રૂદ્ર વિક્રમ સિંહનું માનવું છે કે, ઇ.સ.1600ની સદીમાં આવેલા તમામ પ્રવાસીઓ પોતાની યાત્રાના વર્ણનમાં માનસિંહના મહેલનો ઉલ્લેખ કર્યો છે.