ખાસ-ખબર સંવાદદાતા
પ્રાચી તીર્થ સુત્રાપાડા મુકામે આવેલ સાગર કિનારે સ્વચ્છ સાગર, સુરક્ષિત સાગર, સુરક્ષિત સીમા સમર્થ ભારત સુત્રને સાર્થક કરતા સીમા જાગરણ મંચ ગીર સોમનાથ જિલ્લાના કાર્યકરો સાથે જી.એસ.સી.એલ ફાઉંડેશમના 220 વિદ્યાર્થીઓ અને સ્થાનિક સાગર પુત્રો એ સાથે મળી સુત્રાપાડા સાગર કિનારાની સફાઈની કામગીરી હાથ ધરી હતી. સુત્રાપાડા દરિયા કિનારે સિમા જાગરણ મંચ દ્વારા સાગર સ્વચ્છ અભિયાન અંતર્ગત જી.એચ.સી.એલ ફાઉન્ડેશન સાથે મળી ફાઉન્ડેશનના 220 વિદ્યાર્થીઓ અને સ્ટાફે અને સ્થાનિક સાગર પુત્રોએ સાથે મળી સાગર સ્વચ્છ અભિયાનનો કાર્યક્રમ કરી દરિયા કિનારે સફાઈની કામગીરી હાથ ધરી અને લોકોને દરિયા કિનારાઓની સફાઈ કરવા પ્રેરિત કર્યા હતા. સ્વચ્છ અભિયાનમાં 220 સ્ટુડન્ટ અને ગામના સામાજિક કાર્યકર 20 મળી કુલ 240 લોકો સહભાગી બન્યા હતા.
સુત્રાપાડા મુકામે સ્વચ્છ સાગર સફાઈ અભિયાન: 200 વિદ્યાર્થી જોડાયા
