ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરના ઝાંઝરડા ચોકડી પાસેથી બે દિવસ પેહલા એસઓજી પોલીસે રેઇડ કરીને શિક્ષિત ત્રણ યુવાનોને લાખો રૂપિયાના ડ્રગ્સ સાથે ઝડપી પાડયા હતા જયારે ઝડપાયેલ યુવાનો પાસેથી આટલો મોટો ડ્રગ્સનો જથ્થો આવ્યો કયાંથી તે બાબતે ઝડપાયેલ યુવાનોએ અમદાવાદના દર્શન અશોક પારેખ લાવ્યા ની કબૂલાત કરતા એસઓજી પોલીસે ગુનો દાખલ કર્યો હતો. અમદાવાદના દર્શન પારેખનું ડ્રગ્સ સપ્લાઈમાં નામ ખુલતા એસઓજી પોલીસે અમદાવાદ નારોલ વિસ્તાર માંથી દર્શન પારેખને ઝડપી પાડયો હતો અને જૂનાગઢ બી.ડીવીઝન પોલીસના હવાલે કર્યો હતો અને ઝડપાયેલ દર્શન પારેખ મૂળ જૂનાગઢનો છે અને બી.કોમ.ના અભ્યાસ કર્યો છે જયારે ઝડપાયેલ દર્શન પારેખે કોની પાસેથી ડ્રગ્સ મેળવ્યું અને જૂનાગઢ કેવી રોતે સપ્લાય કર્યું તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથધરી છે.
ડ્રગ્સ ના જથ્થામાં કુલ ચાર શિક્ષિત યુવાનો ઝડપાયા અને હજુ આ ડ્રગ્સ કેસમાં કોણ કોણ સામેલ છે તે દિશામાં વધુ તપાસ ચાલી રહી છે.
જૂનાગઢમાં M.D.ડ્રગ્સ સપ્લાય કરનાર દર્શન પારેખ અમદાવાદથી ઝડપી લેતી પોલીસ
