પુરવઠા નિગમનો ભાવ 22 થી 25, મંડળીઓનો 49-55 ભાવ
મગફળી કૌભાંડનો પાયો ક્યાં નંખાયો ?
- Advertisement -
રાજ્ય સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લાગશે?
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.21
જૂનાગઢ જિલ્લા સહીત રાજ્યના અનેક જિલ્લામાં અગાઉ ટેકાના ભાવે મગફળી કૌભાંડ થઇ ચુક્યા છે ત્યારે આ મગફળી કૌભાંડ મામલો સમગ્ર રાજ્યમાં જોરશોરથી ગાજ્યો હતો અને ફરિયાદો પણ થઇ હતી અને ધોરણસર કાર્યવાહી પણ સરકારે કરી હતી હવે જયારે જૂનાગઢ જિલ્લામાં 32 મંડળીઓ દ્વારા ખરીદી કરવામાં આવી રહી છે.જેનો ભાવ અગાઉ પુરવઠા નિગમ કરતુ હતું તેની જગ્યાએ હવે મંડળીઓને આ કામગીરી સોંપાઈ છે તેમાં પુરવઠા નિગમ કરતા વધુ ચાર્જ આપીને રાજ્ય સરકારની તિઝોરી ઉપર કરોડો રૂપિયા ચૂનો લાગશે તેવા અનેક સવાલો સામે આવ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે ટેકાનાભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. જૂનાગઢ જિલ્લામાં 23 મંડળીઓ દ્વારા ખરીદી કરવામાં આવી છે. તેમાં અમુક સ્થળે ખેડૂતોના નામે ઉત્તપ્રદેશમાંથી સસ્તા ભાવે મગફળી મંગાવી ખેડૂતોના નામે ધાબડવામાં આવી રહી છે. આ મગફળીના પુરા ભાવ લઇ સરકારને પધરાવવામાં આવે છે.સરકાર દ્વારા અગાઉ મંડળી મારફત ખરીદી થતી હતી ત્યારે કૌંભાડ થયુ હતુ. ત્યાર બાદપુરવઠા નિગમને આ કામગીરી સોંપવામાં આવી હતી. ત્યારે કોઇ આવી ફરિયાદ થઇ ન હતી આ વખતે સરકારે ફરી મંડળીઓને આ કામગીરી સોંપવામાં આવતા ફરી કૌભાંડીઓ સક્રીય બન્યા છે. સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ સરકાર દ્વારા ટેન્ડર બહાર પાડવામં આવ્યા ત્યારે મગફળી ઉતારવા, વજન કરવા, ફરી ગુણીમાં ભરવા અને ટેગ મારી સીલીંગ કરવાનો પુરવઠા નિગમનો ભાવ રરથી રપ રૂપિયા છે, જયારે સરકારે આ મંડળીઓને 49-55 રૂપિયા લેખબર ચાર્જ ચુકવે છે તેમાંય ગેરરિતી થઇ રહી છે.
- Advertisement -
આ ઉપરાંત જયારે ટેકાના ભાવે મગફળી ખરીદીના ટેન્ડરથયા ત્યારે જે નફો કરતી અનવ વ્યવસ્થિત મંડળી હતી તેને આ કામ સોંપવાના બદલે અમુક વિવાદીત મંડળીઓને કામ આપ્યુ છે. આ પરથી સરકારે મળતીયાઓને લાભ પહોંચાડવા ડબલ ખર્ચકરી ટેકાના ભાવની ખરીદીનું કામ મંડળીઓને સોંપ્યુ છે. ત્યારે આ બાબતે અનેક સવાલ ઉઠી રહ્યા છે. સરકાર વધુ પૈસા ખર્ચ કરી મંડળીઓને આવા કામ સોંપી રહી છે. જયારે ગેરરિતી થશે ત્યારે આગેવાનોના કરતુતોના કારણે આખરે સરકાર પર જ માછલા ધોવાશે. આથી સરકાર દ્વારા પગલા લેવામાં આવે એ જરૂરી છે.
નિયમ મુજબ મગફળી ટેકાના ભાવના કેન્દ્ર પર પહોંચે ત્યાં સેમ્પલ માટે 200 ગ્રામ મગફળી લેવાની હોય છે પરંતુ મોટાભાગના ખરીદ કેન્દ્ર પર બેથી 3 કિલો અને તેનાથી વધુ મગફળી લઇ લેવામાં આવે છે. દિવસ દરમિયાન પ0 ખેડૂત આવે તો તેની સેમ્પલ પેટે લઇ લીધેલી મગફળી 100-150 કિલો થાય છે જે વેંચી નાખવામાં આવે છે. આ બાબતે જે તે કેન્દ્રના સીસીટીવી કેમેરામાં કેદ છે. જેના માટે કોઇ તપાસની પણ જરૂર નથી. જયારે ખેડૂત કેન્દ્ર ખાતે મફળી લઇને જાય ત્યારે ખેડુતના વાહનમાંથી મગફળી ઉતારવાનો ખર્ચ સરકાર લેબર ચાર્જ ચુકવે છે છતાં કેન્દ્ર પર ખેડૂતો પાસેથી ગુણી ઉતારવાના પાંચ રૂપિયા લેવામાં આવતા હોવાની પણ રાવ ઉઠી છે. ત્યારે આ બાબતે તપાસ કરવામાં આવે એવી માંગ ઉઠી છે.
ગોડાઉનમાં જતી મગફળીની ગાડીઓ રિજેક્ટ થયા અંગે સ્પષ્ટતા જરૂરી
ટેકાના ભાવે મગફળી સેમ્પલ જોઇને ખરીદ કરવામાં આવે છે પરંતુ બાદમાં ગોલમાલ થતી હોવાથી ગોડાઉન પર તપાસ થાય ત્યાં આ બાબત સામે આવે છે. સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ તાજેતરમાં ડઝનેક જેટલી ગાડી રિજેકટ કરવામાં આવી હતી. તંત્ર દ્વારા આબાબતે સ્પષ્ટતા કરવામાં આવે એવી માંગ ઉઠી છે.