સત્યનારાયણ ભગવાનની કથા, નવગ્રહ શાંતિ કર્મ તેમજ શિવ પૂજા કરી શકાશે
14મીથી સૂર્ય ગ્રહનો ધન રાશિમાં પ્રવેશ થયો છે. જે 1 મહિના સુધી પરીભ્રમણ કરશે. આ ભ્રમણ શુભ માનવામાં આવતું નથી કારણ કે,કોઈ પણ શુભ કાર્યમાં બરકત લાવવા માટે સૂર્ય, ગુરુનું નૈસર્ગિક બળ હોવું જરૂરી છે. શત્રુઘ્ન મહારાજે જણાવ્યું હતું કે, સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરવાથી ધનારક (કમૂરતા) ગણાશે. પરંતુ માતાજીના લોટા, સત્યનારાયણ ભગવાનની કથા નવગ્રહ શાંતિ કર્મ, શિવ પૂજા આદિ કરી શકાશે.
મેષ, સિંહ, તુલા અને કુંભ રાશિ માટે સારો સમય રહેશે
મેષ: વડીલોનો સહકાર મળશે, યાત્રાની સંભાવના, કરારો કરી શકાશે. સૂર્યદેવને જળ ચઢાવો.
વૃષભ: અકસ્માત થઈ શકે, નાનું-મોટું ઓપરેશન થઈ શકે, વાણીમાં ઉગ્રતા આવશે.
મિથુન: સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેતી જરૂરી. નિત્ય ગાયત્રી જાપ કરવા.
કર્ક: નોકરીમાં તક, આંખની સમસ્યા આવી શકે છે. હનુમાન ચાલીસાનો પાઠ કરવો.
સિંહ: વડીલો તરફથી સ્વાસ્થ્યને લગતી સમસ્યા દૂર થશે, શેર માર્કેટમાં તક ઉભી થશે.
ક્ધયા: માતાનું સ્વાસ્થ્ય ચિંતા વધારશે, હૃદયની બીમીરી આવી થઈ શકે.
તુલા: માન-સન્માનમાં વધારો થશે, રોકાણ કરી શકાશે. સંધ્યા સમય પછી મહત્વનું કામ કરવું નહીં.
વૃશ્ચિક: વાણીમાં ઉગ્રતા આવશે, પરિવારમાં મતભેદ થઈ શકે, ડ્રાઇવિંગમાં કાળજી રાખવી.
ધન: અટકેલાં સરકારી કામકાજ થશે, લગ્ન જીવનમાં અશાંતિ, આરોગ્ય સુધરશે.
મકર: નેત્ર પીડા થાય, નોકરીમાં બદલી થઈ શકે.
કુંભ: સંતાનના ઉત્કર્ષ માટેના સમાચાર મળે. શેરબજારમાં લાભ. સૂર્યોદય પહેલા ઉઠવાનોનિયમ રાખવો.
મીન: વતનની મુલાકાત, હૃદયમાં તકલીફ રહી શકે.
રોજ સૂર્યની પૂજા અને દાન-પુણ્ય જરૂર કરો
આ મહિનામાં ઠંડીનો પ્રકોપ વધવા લાગે છે, જેને લીધે આ દિવસોમાં ભોજનમાં તલના તેલનો ઉપયોગ કરવો જોઇએ. તલ-ગોળની ચિક્કીનું સેવન કરો. રોજ સવારે જલદી જાગવું અને સૂર્યની પૂજા કરવી. તાંબાના લોટાથી જળ ચઢાવો અને નઓમ સૂર્યાય નમ:થ મંત્રનો જાપ કરો. જરૂરિયાતમંદોને ધાબળો, ગોળ, તલનું દાન કરો. તમારી શક્તિ પ્રમાણે ગૌશાળામાં ધનનું દાન કરો.
2021માં એપ્રિલ સુધી લગ્નનાં એક જ મુહૂર્ત
આજથી 14 જાન્યુઆરી સુધી ખરમાસ રહેશે. જેથી એક મહિના દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરાશે નહીં. વર્ષ 2020 કોરોનાને કારણે 26 દિવસ જ લગ્ન થઈ શક્યા હતા. 16 ડિસેમ્બરથી ધનુર્માસ શરૂ થઇ જશે, જેને કારણે 15 જાન્યુઆરી સુધી લગ્ન અને અન્ય માંગલિક કાર્યો થઇ શકશે નહીં. 2021માં લગ્નનું પહેલું મુહૂર્ત 18 જાન્યુઆરીના રોજ રહેશે. પછી 22 એપ્રિલથી લગ્ન મુહૂર્ત શરૂ થશે.