ચોરીનો ભેદ ઉકેલાયો : રોકડ-દાગીના-બે બાઈક સહીત 15 લાખનો મુદામાલ કબ્જે

રાજકોટના રામકૃષ્ણનગરમાં દિવાળી ટાણે 5 લાખ રોકડા અને સોનાના દાગીના સહીત 8 લાખની થયેલી ચોરીમાં એ ડિવિઝન પોલીસે અગાઉ બે આરોપીઓને દબોચી લીધા હતા પરંતુ આ ચોરીનો માસ્ટર માઈન્ડ સુરત બંગલામાં રહેતો અને અનેક મોટી ચોરીઓને અંજામ આપી ચુકેલો કરોડપતિ ચોર આનંદ જેસીંગ સીતાપરા હોવાનું તપાસમાં ખુલવા પામ્યું હતું ત્યારથી આરોપી ફરાર હોય તેને ઝડપી લેવાની સૂચના અન્વયે ડીસીબી પીઆઇ વી કે ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી એમ ધાખડા અને તેમની ટિમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન સુરત પલસાણા રોડ સોપાન સૃષ્ટિ બંગ્લોમાં રહેતા આ અઠંગ તસ્કર આનંદ જેસીંગ સીતાપરા અને તેનો દીકરો હસમુખ જામનગર રોડ ચીથરીયા પીરની દરગાહ પાસેથી નીકળવાના છે તેવી કુલદીપસિંહ જાડેજા, નગીનભાઈ ડાંગર અને અમિતભાઇ અગ્રાવતને મળેલી બાતમી આધારે મયુરભાઈ પટેલ, પ્રદીપસિંહ જાડેજા, સંજયભાઈ રૂપાપરા, વિરેન્દ્રસિંહ ઝાલા અને જયદીપસિંહ ઝાલાને સાથે રાખીને વોચ ગોઠવી બંનેની ધરપકડ કરી હતી અને તેઓની પાસેથી રોકડા 3,19,000, સોના-ચાંદીના 10,50,000ના દાગીના, સવા લાખના બે બાઈક અને ઘડિયાળ સહીત 15,01,000 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો છે આનંદ સીતાપરાએ અગાઉ પકડાયેલા પિયુષ અમરેલીયા સાથે ચાલુ વર્ષમાં જ 12 જગ્યાઓએ ચોરી કરી હતી જેમાંથી 8 સ્થળોએ લોકો જાગી જતા અને સાઇરન વાગતા નિષ્ફળતા મળી હતી જયારે 4 સ્થળોએ ચોરીમાં સફળ થયા હતા

આનંદ જેસીંગ સીતાપરા અઠંગ તસ્કર છે તેના વિરુદ્ધ રાજકોટમાં ચોરીના 32 ગુનાઓ નોંધાઈ ચુક્યા છે અને એક વખત પાસા હેઠળ જેલયાત્રા પણ કરી ચુક્યો છે તે બાઈક લઈને જ ચોરી કરવા આવતો હતો રાજકોટમાં ચોરેલા પૈસાથી તેણે તેના દીકરા માટે સુરતમાં એક કાર પણ બુક કરાવી હતી પોતે સફેદ કપડાં પહેરવાનો શોખીન છે તેની મોડ્સ ઓપરેન્ડી પણ હાઈ પ્રોફાઈલ છે તે એક જ હાથ મારી લાખો રૂપિયાની આવક ઉભી કરવા હાઈ પ્રોફાઈલ સોસાયટીમાં બંગલાઓને જ નિશાન બનાવતો હતો તેમજ જ્યાં કમ્પાઉન્ડ વોલ હોય તેવા જ બંગલાઓમાં ત્રાટકતો જેથી આજુબાજુના કોઈ લોકો તેને જોઈ ન શકે પોતે જ દીવાલ કૂદીને ચોરી કરવા હતો

બીલવાળા દાગીના બનાવડાવી લેતો

આનંદ જેસીંગ સીતાપરા સોનીને કોઇપણ રીતે ચોરીનો મુદામાલ આપી અને તેના બદલામા બીજા નવા બીલ વાળા ઘરેણા બનાવી લેતો અને જે દાગીના અન્ય સોની પાસે વહેચવા જતા બીલ સાથે હોવાથી કોઇ સોનીને કોઇને શંકા જતી નહી અને સોના ના ઘરેણાની ઉંચી કિંમત મળતી હતી

ચોરીના પૈસાથી નવી વસ્તુ ખરીદી કરતો

આનંદ જેસીંગ સીતાપરાને મોટી ચોરીમા સફળતા મળે તો ઘર વપરાશની હાઇ ર્ફાઇ અને કિંમતી વસ્તુઓ જેવી કે ટીવી, ફ્રીજ વીગેરેની ખરીદી કરતો અને મોટા પ્રમાણમા ઘરનુ કરીયાણુ ખરીદી લેતો તેમજ કપડા,પડદા, ગાદલા, સેટી, વીગેરે પણ નવી ખરીદી લેતો

ચોરી માટે માતાજીની માનતા રાખતો

આનંદ સીતાપરા કોઇ મોટી ચોરીમા સર્ફળતા મળેતો તેની શ્રધ્ધા પ્રમાણે માતાજીની માનતા પૂર્ણ કરતો અને મોટો જમણવાર પણ કરતો હતો

બારીની ગ્રીલ તોડીને ચોરી કરતો

આનંદ તથા અગાઉ પકડાયેલ ઇસમ પીયુષ અમરેલીયા બંને બધં મકાનના આગળના દરવાજાની બાજુમા આવેલ બારીનો કાચ તોડી અથવા
બારી ખોલી બારીની ગ્રીલ કાઢી બારી માંથી મકાન મા પ્રવેશ કરી ચોરીઓ કરવાની ટેવાવાળા છે