સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકા ના ચુડા શહેર પીજીવીસીએલ ના સ્ટાફ પરિવારે કોવિડ-19ની જનજાગૃતિ અંતર્ગત શપથ લીધા સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવેલ છે ત્યારે લોકોમાં માસ્ક પહેરવું ફરજીયાત છે. આ અંગે લોકોમાં જાગૃતિ આવે તેવા ઉદેશ સાથે ચુડા પીજીવીસીએલ ખાતે મકવાણા સાહેબ દ્વારા તેમના સ્ટાફ પરિવાર દ્વારા શપથ લીધા હતા કે હું માસ્ક પહેર્યા વગર ઘરની બહાર નીકળીશ નહી.
દરેક લોકો થી ઓછામાં ઓછુ 6 ફૂટનું અંતર જાળવીશ વારંવાર સાબુથી હાથ ધોઇશ અને સેનીટાઇઝ કરતો રહીશ. મારી તથા મારા સ્વજનોની રોગપ્રતિકાર શકિત વધારવા આયુષની ઉપચાર પઘ્ધતિઓ અપનાવીશ અને યોગ વ્યાયામથી જીવન શૈલી સુધારીશ તથા મારા પરિવાર અને સમાજના વડીલો બાળકો અને બીમાર લોકોની વિશેષ કાળજી રાખીશ એવા શપથ લીધા હતા.
- રીપોર્ટર :- દિપકસિંહ વાઘેલા, લીંબડી