સુરત શહેરમાં સંપૂર્ણ રીતે રાજકીય રંગ છવાઈ ગયો છે. તમામ રાજકીય પાર્ટીઓ પોતાની તાકાત લગાવી રહ્યા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા આજે રોડ શોનું આયોજન પાટીદારોના ગઢ સમા સરથાણાના શ્યામધામ મંદિરથી લઈને પરવત પાટીયા સુધી કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બાઈક અને કાર લઈને રેલીમાં જોડાયા હતા. જેમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ભૂલાયું હોવાનું નજરે પડી રહ્યું છે.
ડેમેજ કંટ્રોલ માટે સીઆર પાટીલે પોતે રેલી યોજી
રેલીમાં પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ, આરોગ્ય રાજ્યકક્ષાના આરોગ્ય પ્રધાન કુમાર કાનાણી, શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. અલગ-અલગ વોર્ડમાં આ બાઈક રેલી ફરી હતી. આપ નેતા મનોજ સિસોદિયા દ્વારા આજ વિસ્તારમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત શહેરના પાટીદાર યુવાનો મોટી સંખ્યામાં તેમની સાથે જોડાયા હતા. ત્યારબાદ સમગ્ર વિસ્તારમાં આપ તરફનું વાતાવરણ ધીરે ધીરે બનવાનું શરૂ થઈ ગયું છે. તેના ડેમેજ કંટ્રોલ માટે સીઆર પાટીલે પોતે આ વિસ્તારની અંદર રેલીનું આયોજન કર્યું છે.
- Advertisement -
સુરત કામરેજ રોડ પર શ્યામધામ મંદિરથી રેલી શરૂ થઈ ત્યારબાદ વરાછા મેઈન રોડ, હીરા બાગ સર્કલ, પુર્વી સોસાયટી, ઈન્દીરા નગર ચાર રસ્તા, ધરમનગર રોડ, જેરામ નગર ચાર રસ્તા, વલ્લભાચાર્ય રોડ, સરસ્વતી સર્કલ, મીની બજાર, સરદાર પ્રતિમા, શ્યામનગર મેઈન રોડ, લંબે હનુમાન રોડ, માતાવાડી, લાભેશ્વર ચોક, ઈશ્વર કૃપા સોસા., રેણુકા ભવન, સીતાનગર ચોક, બુટ ભવાની, કારગીલ ચોક, પુણા ગામ, સીતાનગર ચોક, રેશ્મા રો હાઉસ, બીઆરટીએસ રોડ, આઈ માતાચોક, કબુતર સર્કલ, પરવટ ગામ, પ્રિયંકા ટાઉનશીપ, પરવટ પાટિયા ખાતે સમાપન થશે.