ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામે રહેતા નટુભાઈ હિંમતભાઈ ગોંડલીયા સાથે ગામના ધવલ ભીખુભાઈ ગોંડલીયા, તેના પિતા ભીખુભાઇ, ભગુભાઈ પરસોત્તમભાઈ ગોંડલીયા તેના પિતા પરસોતમ ભનાભાઈ ગોંડલીયા તેમજ રોહિત પરસોતમભાઈ ગોંડલીયા એક સંપર્ક કરી ધારીયા તેમજ પાઇપો વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી જાન થી મારી નાખવાની ધમકી આપતા તાલુકા પોલીસે આઈપીસી કલમ 323 324 504 506 2 તેમજ જીપીએક્ટ 135 મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.