કેન્દ્ર સરકારે 15 ઓક્ટોબરથી સિનેમા હોલ શરુ કરવાને લઈને નિયમો જાહેર કર્યા છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે સિનેમા હોલ સંબંધિત SOP જાહેર કરી છે. સરકારે પહેલાજ સ્પષ્ટ કર્યું હતું કે 50 ટકાની ક્ષમતા સાથે સિનેમા હોલ શરુ કરી શકાશે. આ સિવાય કયા કયા નિયમોનું પાલન કરવાનું રહેશે તે નીચે દર્શાવ્યાનુસાર છે.

1. હોલમાં કુલ ક્ષમતાની 50 ટકા સીટ પર જ બુકીંગ કરવું.
2. સીટીંગ વ્યવસ્થામાં સામાજિક અંતર જળવાય તે વાતનું ધ્યાન રાખવું.
3. જે સીટ પર બુકીંગ ન કરાયું હોય તેને ચિન્હીત કરી અલગ પાડવી.
4. હેંડ સેનિટાઈઝર અને હાથ સાફ કરવાની વ્યવસ્થા
5. આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરવાની સલાહ આપવી.
6. થર્મલ સ્ક્રીનિંગ દરેકનું કરવું. સિનેમા હોલમાં એવા જ લોકોને જવા દેવાના જેમને કોઈ લક્ષણો ન હોય. 
7. સ્વાસ્થની સ્વ-નિગરાની કરવી બીમારી હોય તો સ્ટાફને સુચિત કરવા.
8. અલગ અલગ સ્ક્રીનના ટાઈમ અલગ અલગ હોય તે નિયમનું પાલન કરવું.
9. પેમેન્ટ ડિજિટલ માધ્યમથી થાય તે વાતને પ્રોત્સાહિત કરવી.
10. બોક્સ ઓફિસ અને અન્ય ક્ષેત્રની નિયમિત સાફ સફાઈ કરવી.
11. ટિકિટ લેવા ભીડ ન થાય તે માટે એડવાન્સ બુકીંગની પરમીશન આપવી.
12. ઈંટરમિશન દરમિયાન લોકોને ખોટી આવ-જાથી બચવા પ્રોત્સાહિત કરવા.
13. સામાજિક અંતર જળવાય તે માટે જમીન પર નિશાન બનાવવા. 
14. જાહેર જગ્યા પર થૂકવાની મનાઈ રહેશે. 
15. નાસ્તા માટે એક કરતાં વધારે કાઉન્ટર હશે.
16. પેક ભોજન/નાસ્તા અને પીણાની મંજૂરી હશે. પરંતુ હોલની અંદર ડિલીવરી નહીં થાય.
17. કર્મચારીઓએ ગ્લવ્સ, માસ્ક, પીપીઈ કીટ પુરા પાડવાના.
18. કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે દરેકના મોબાઈલ નંબર લેવાશે. 
19. કોવિડ-19 સંબંધિત ભેદભાવ કે ખરાબ વ્યવહાર થશે તો કડકાઈથી કાર્યવાહી થશે. 
20. એસીનું તાપમાન 24થી 30 ડિગ્રી સેલ્સિસય વચ્ચે જ રહેશે. 
21. ઈંટરવલ પહેલા અને પછી સ્ક્રીનિંગ દરમિયાન માસ્ક પહેરવું, સામાજિક અંતર, હાથની સાફ-સફાઈ સંબંધીત મેસેજ દર્શાવવા.