ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે રીબડા ગામની સીમમાં આવેલ જ્યોત ભૂમિ એન્જિનિયરિંગ કારખાનામાં રાત્રિના પાંચ ચડ્ડી બનિયાન ધારી શખ્સો ત્રાટકી ઓફિસ નો લોક તોડી ઓફિસમાં રાખેલ સેમસંગ કંપની નું 32 ઇંચ નું એલઇડી ટીવી તેમજ ટેબલના ખાનામાં રાખેલ રોકડા રૂપિયા 25000 મળી કુલ રૂપિયા 35000 ની ચોરી કરી લઇ જતાં રાજકોટના મવડી મેઇન રોડ ઉપર અવધ રેસિડેન્સીમાં રહેતા કારખાનાના માલિક અમિતભાઈ જમનભાઈ ઝાલાવડીયા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાતા પોલીસે આઈપીસી કલમ ૪૫૭ ૩૮૦ ૧૧૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

કારખાનાના માલિક કે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે કારખાનામાં મજૂરી કામ કરતા મૌલિક માકડીયા સૂતો હતો ત્યારે રાત્રીના ત્રણેક વાગ્યે 5 અજાણ્યા શખ્સો ચડી બનીયન પહેલા અને મોઢે રૂમાલ બાંધેલા કારખાના નો ડેલો ટપી કારખાનામાં આવ્યા હતા અને હિન્દી બોલતા હતા અને એક શખ્સે પાસે આવીને કહ્યું હતું કે તું સો જા કહી એક જણા તેની પાસે ઊભો રહ્યો હતો અને બાકીના ચાર જણા કારખાનાની ઓફિસમાં ગયા હતા થોડીવારમાં જ ટીવી અને રોકડ રકમની લૂંટ કરી બહાર નીકળી ગયા હતા