ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ એબીવીપી દ્વારા 75 વર્ષ થી છાત્રહિત અને રાષ્ટ્રહિત માટે કાર્યરત વિશ્વ ના સૌથી મોટા વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ’દ્વારા રાણી દૂર્ગાવતી જી ની 500 મી જન્મજયંતી નિમિત્તે આજના બહેનો માં પણ એવો જ અદમ્ય સાહસ ભરવા અને સંરક્ષણ પ્રેરવા માટે મિશન સહાસી કરવામાં આવી રહ્યું છે જેની તાલીમ કેમ્પસમાં સરું કરવામાં આવી આ તાલીમ એમ.એમ ઘોડાસરા મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ તાલીમની શરૂઆત કરી હતી જેમાં ડો.દિનેશ દઢાણીયા ની વિશેષ ઉપસ્થિતી રહી હતી. તેમજ પ્રમુખ કાર્યકર્તા મૌલિકભાઈ હરણેસા હાજર રહિયા હતા, સાથે જ નગરમંત્રી રાજભાઈ ઝાલાવાડીયા એ જણાવીયું કે અન્ય કેમ્પસમાં પણ તાલીમ યોજવામાં આવશે.