By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
    18 hours ago
    આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
    18 hours ago
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    2 days ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    2 days ago
    અમેરિકામાં પણ રેવડી!
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
    18 hours ago
    જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
    18 hours ago
    કાલથી બ્રિક્સ સમિટ
    2 days ago
    UPના 26 જિલ્લામાં પૂર
    2 days ago
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શિક્ષક સંઘના પ્રમુખ દિનેશ સદાદિયા સામે FIR કરવા કેળવણી નિરીક્ષકે મંજૂરી માંગી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > TALK OF THE TOWN > શિક્ષક સંઘના પ્રમુખ દિનેશ સદાદિયા સામે FIR કરવા કેળવણી નિરીક્ષકે મંજૂરી માંગી
TALK OF THE TOWNખાસ-ખબરગુજરાત

શિક્ષક સંઘના પ્રમુખ દિનેશ સદાદિયા સામે FIR કરવા કેળવણી નિરીક્ષકે મંજૂરી માંગી

Khaskhabar Editor
Last updated: 2022/09/16 at 6:41 PM
Khaskhabar Editor 4 years ago
Share
8 Min Read
SHARE

અતુલ પંડિત, કિરીટ પરમાર, દિનેશ સદાદિયા અને દીપક સાગઠિયાની ચોર ચોકડીનાં પાપનો ઘડો છલકાવાની તૈયારી

જ્યાં-ત્યાં દાદાગીરી-લુખ્ખાગીરી આચરતા દિનેશને સીધોદોર કરવો જરૂરી

- Advertisement -

દિનેશ સદાદિયા અને ચેતન સાકરિયા સામે કડક કાર્યવાહી કરવા માંગ કરાઈ

શિક્ષક સંઘના પ્રમુખ દિનેશ સદાદિયા અને તેના સાથી શિક્ષક ચેતન સાકરીયા વિરુદ્ધ મહિલા આયોગ કે પોલીસમાં ફરિયાદ દાખલ કરવા તથા જરૂર પડ્યે કોર્ટમાં કેસ દાખલ કરવા કેળવણી નિરીક્ષક પૂર્વીબેન ઉચાટે રાજકોટ શિક્ષણ સમિતિના શાસનાધિકારી કિરીટ પરમાર પાસે લેખિતમાં મંજૂરી માંગી છે. જો પાંચ દિવસમાં રાજકોટ શિક્ષણ સમિતિના શાસનાધિકારી કિરીટ પરમાર દ્વારા આ અંગે મંજૂરી નહીં મળે તો તેઓ સહમત છે તેવું સમજીને કેળવણી નિરીક્ષક પૂર્વીબેન ઉચાટ દ્વારા દિનેશ સદાદિયા અને ચેતન સાકરીયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એવું જાણવા મળી રહ્યું છે એટલું જ નહીં, આ ઘટનાને પાંચ દિવસ પૂર્ણ થઈ ગયા હોય કર્મનિષ્ઠ કેળવણી નિરીક્ષક પૂર્વીબેન ઉચાટ ગમેત્યારે દિનેશ સદાદિયા અને ચેતન સાકરીયા સામે એફઆઈઆર પણ દાખલ કરાવી શકે છે. ઉલ્લેખનીય છે કે, ખાસ-ખબર દ્વારા રાજકોટ શિક્ષણ સમિતિમાં ચેરમેન અતુલ પંડિત, શાસનાધિકારી કિરીટ પરમાર અને શિક્ષક સંઘના પ્રમુખ દિનેશ સદાદિયાના ગેરવહિવટને છેલ્લા કેટલાંક સમયથી સતત ઉજાગર કરવામાં આવી રહ્યા છે. ખાસ-ખબરની આ મુહિમ બાદ રાજકોટ શિક્ષણ સમિતિના દૂષણ અતુલ પંડિત, કિરીટ પરમાર અને દિનેશ સદાદિયાના માનસિક-શારીરિક ત્રાસ સામે અવાજ ઉઠાવવાનો શરૂ કર્યો કર્યો છે. શિક્ષણ સમિતિના સભ્યોથી લઈ તેની સાથે જોડાયેલાઓ સૌ કોઈએ હવે અતુલ પંડિત, કિરીટ પરમાર અને દિનેશ સદાદિયાની તાનાશાહી સામે બાયો ચઢાવી છે.

બનાવની વિગત મુજબ રાજકોટ શિક્ષણ સમિતિના શાસનાધિકારી કિરીટ પરમારે કેળવણી નિરીક્ષક પૂર્વીબેન ઉચાટને તા. 28/08/2022ના રોજ શ્રી વિનોબા ભાવે પ્રા. શાળા નં. 93નો શૈક્ષણિક અને સહશૈક્ષણિક કાર્યોનો અહેવાલ આપવા જણાવ્યું હતું અને આ સંદર્ભે કેળવણી નિરીક્ષક પૂર્વીબેન ઉચાટ દ્વારા જરૂરી તપાસ અને નિવેદન નોંધી શિક્ષક સંઘના પ્રમુખ દિનેશ સદાદિયા અને ચેતન સાકરીયા વિરુદ્ધ શિક્ષણ સમિતિનું નબળું ચિત્ર રજૂ કરવાના પ્રયત્નના ભાગરૂપે વહિવટી આચાર સહિતના તથા મુંબઈ પ્રાથમિક ધારાના નિયમ વિરુદ્ધ કાર્યવાહી કરવા બદલ અને શિક્ષકોને ઉશ્કેરી ગેરમાર્ગે દોરવા માટે શિસ્તભંગ સહિતના પગલાં ભરી કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું. કેળવણી નિરીક્ષક પૂર્વીબેન ઉચાટના રિપોર્ટ બાદ રાજકોટ શિક્ષણ સમિતિના શાસનાધિકારી કિરીટ પરમારે દિનેશ સદાદિયા અને ચેતન સાકરીયા વિરુદ્ધ પગલાં ભરવાની જગ્યાએ પૂર્વીબેન ઉચાટને જ કારણદર્શક નોટિસ ફટકારી દીધી હતી. એટલું જ નહીં, પૂર્વીબેન દ્વારા સોંપાયેલા રિપોર્ટની જાણ તેણે પોતાના સાથીદાર દિનેશ સદાદિયા અને ચેતન સાકરીયાને પણ કરી હતી. પરિણામસ્વરૂપે દિનેશ સદાદિયા અને ચેતન સાકરીયા દ્વારા પૂર્વીબેન ઉચાટને હેરાન-પરેશાન કરવાના શરૂ કરવામાં આવ્યા હતા. જોકે પૂર્વીબેન ઉચાટ ડર્યા કે હાર્યા કે ઝૂક્યા ન હતા.

- Advertisement -

પૂર્વીબેન ઉચાટે હિંમતપૂર્વક રાજકોટ શિક્ષણ સમિતિના શાસનાધિકારી કિરીટ પરમારને કારણદર્શક નોટીસનો ખુલાસો આપ્યો હતો જેમાં તેમણે જણાવ્યું હતું કે, કેળવણી નિરીક્ષક તરીકેની 

શાળાના નં. 93ના મહિલા આચાર્ય બાદ મહિલા કેળવણી નિરીક્ષકને દબાવવા-ડરાવવાનો પ્રયાસ
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના નંબર 93ના મહિલા આચાર્ય બાદ આ શાળા જેની દેખરેખ હેઠળ આવે છે તેવા મહિલા નિરીક્ષકને દબાવવા અને ડરાવવાના પ્રયત્નો શાસનાધિકારી કિરીટ પરમાર, તેના સાથી શિક્ષક ચેતન સાકરીયા અને શાસનાધિકારી કિરીટ પરમાર દ્વારા કરવામાં આવી રહ્યા છે જોકે આ બંને નીડર મહિલાઓ શિક્ષણ સમિતિના અનિષ્ટ અને દૂષણો સામે લડત ચલાવી રહ્યા છે.

મેં મારી ભૂમિકા પૂર્ણ જવાબદારી, ગંભીરતા અને નીડરતાથી બજાવેલ છે જેને કારણે હાલ મારા જાનને જોખમ ઉભું થયેલ છે જેની આપ સાહેબને ગંભીરતાપૂર્વક નોંધ લઈ યોગ્ય કાર્યવાહી કરવા નમ્ર વિનંતી છે.

માન.સાહેબશ્રી કામગીરીમાં અસહકાર આપનાર પર તાત્કાલિક પગલાં લેવાને બદલે મને અતિઆશ્ર્ચર્યસહ દુ:ખ થાય છે કે આપની તથા સરકારશ્રીની સૂચનાઓનું વખતોવખત નિર્ભયતાથી અને નિષ્ઠાપૂર્વક પાલન કરનાર એક મહિલા અધિકારીને આ પ્રકારે કારણ વગર કારણદર્શક નોટિસ આપી તેનું મોરલ તોડી તેના પર માનસિક દબાણ અને જોખમ ઉભું કરવામાં આવી રહ્યું છે. આ તો એવો ઘાટ ઘડાયો છે કે જેમાં ખોટું કરનારને બદલે તેની તપાસ કરનાર અધિકારીને વિનાકારણે દોષિત ઠરાવી કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. જે ઘણી અન્યાયની બાબત છે જેથી હું આપની પાસે ન્યાય મળે તેવી નમ્ર અપીલ કરૂં છું.

માન.સાહેબશ્રી હું આપ સાહેબને ફરી ફરી નમ્ર અપીલ કરૂં છું કે આમ સરાજાહેર વહિવટી આચારસંહિતા તથા મુંબઈ પ્રાથમિક ધારાના શિસ્ત અને સેવાના નિયમોનું ઉલ્લંઘન કરનાર તથા સરકારશ્રીની કામગીરીમાં બિનજરૂરીપણે સત્તા પ્રદર્શન કરવાના હેતુસહ દખલ કરી દાદાગીરી કરનાર સંઘના પ્રમુખ શ્રી દિનેશભાઈ સદાદિયા તથા તેને મદદ કરનાર આ.શિ. શ્રી ચેતનભાઈ સાકરીયા પર સત્વરે આકરા પગલાં લેવા તથા સરકારશ્રીની કામગીરીમાં અસહકાર આપવા બદલ નિવેદન આપનાર તમામ શિક્ષકોશ્રીઓ પર શિસ્તભંગ પગલાં લેવા અને માન. સરકારશ્રીના નિયમોનું પાલન કરવા બદલની મારી કામગીરીને સહકાર આપવા ફરી નમ્ર અપીલ કરૂં છું.

ઉપરાંતમાં આ બનાવ બાદ જણાવ્યા પ્રમાણે શ્રી દિનેશભાઈ સદાદિયા તથા ચેતનભાઈ સાકરીયા દ્વારા મને સતત તાણમાં રાખી મારી સલામતી જોખમાઈ તેવા પ્રયત્નો સતત ચાલુ હોય માટે મને દિવસ 5 (પાંચમા) તેઓની વિરૂદ્ધ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા, મહિલા આયોગમાં કે પોલીસ ફરિયાદ દાખલ કરવા તથા જરૂર પડ્યે કોર્ટમાં કેસ દાખલ કરવા લેખિતમાં મંજૂરી આપવા નમ્ર વિનંતી કરૂં છું. લેખિત મંજૂરી સમય મર્યાદામાં નહીં મળે તો આપ આ અંગે સહમત છો તેમ માનીને હું મારા સ્વરક્ષણ અર્થે આગળ કાર્યવાહી કરવા મજબૂર થઈશ, જે આપ સાહેબને જાણમાં રહે. ઉપરાંતમાં મને આપેલ કારણદર્શક નોટિસ આપે માન. પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી રાજકોટને આપેલ હોય તો મારો આ જવાબ તેમને કચેરી દ્વારા રજૂ કરવા આવશે કે તે અંગે શું કરવું તેનું લેખિત માર્ગદર્શન આપવા નમ્ર વિનંતી.

અનિષ્ટ તત્ત્વ જેવા દિનેશ સદાદિયાને પ્રથમથી જ છાવરી રહ્યાં છે શાસનાધિકારી કિરીટ પરમાર
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં ચેરમેન અતુલ પંડિત, ઞછઈણ દિનેશ સદાદિયા વગેરેનાં કૌભાંડો, યુનિફોર્મ સ્કેન્ડલ તેમજ અન્ય ગેરરીતિઓ જ્યારથી બહાર આવી છે ત્યારથી શાસનાધિકારી કિરીટ પરમાર આ તમામ કૌભાંડોને ભરપૂર છાવરી રહ્યાં છે. તેમની પાસે એટલી સત્તા છે કે, તેઓ ધારે તો સદાદિયા જેવાં દૂષણને ચપટી વગાડતાં જ પરત સ્કૂલ ભેગો કરી શકે. પરંતુ આ તમામ પાપમાં કિરીટ પરમાર સમાન હિસ્સાનાં ભાગીદાર હોય તેવું ચિત્ર તેઓ જાતે જ ઉપસાવી રહ્યાં છે. સમિતિમાં કશું ખોટું થતું હોય ત્યારે તે અટકાવવાની જવાબદારી શાસનાધિકારીની છે. ઈવન, જો ચેરમેન ખોટું કરે તો શાસનાધિકારી તેને પણ ટપારી શકે છે. શાસનાધિકારીનો શું પાવર હોય, કેટલી સત્તા હોય તે દેવદત્ત પંડ્યાએ ભૂતકાળમાં સાબિત કરી જ આપ્યું છે. દેવદત્ત પંડ્યા અને કિરીટ પરમાર, બેઉ સામસામા છેડાનાં ઉદાહરણો છે. પંડ્યાએ સદાદિયાને તેની ઔકાત દેખાડી દીધી હતી, પરમાર પોતાનાં માથે સદાદિયાને ઊંચકીને ફરે છે. દાનત-ફિતરત કોની-કેવી છે એ ખ્યાલ આવી જ જાય.

રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઈન્ચાર્જ મહિલા ચેરમેન અને મહિલા સભ્યો મૂકદર્શક
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં હાલ ઈન્ચાર્જ ચેરમેન મહિલા છે આ ઉપરાંત સભ્યોમાં પણ ઘણા મહિલાઓ છે છતાં રાજકોટ શિક્ષણ સમિત હેઠળ આવેલી એક શાળાના મહિલા આચાર્ય અને તેના કેળવણી નિરીક્ષકને કિરીટ પરમાર, દિનેશ સદાદિયા અને ચેતન સાકરીયા દ્વારા ખોટી રીતે હેરાન-પરેશાન કરવામાં આવી રહ્યા છે ત્યારે રાજકોટ શિક્ષણ સમિતિના ઈન્ચાર્જ મહિલા ચેરમેન અને મહિલા સભ્યો મૂકદર્શક બની તમાશો જોઈ રહ્યા છે જે નવાઈની વાત છે. આટ-આટલું થવા છતાં પણ શિક્ષણ સમિતિના મહિલા સભ્યો મૌન બની મહિલાઓ પર થતાં અત્યાચારો જોઈ રહ્યા છે.

You Might Also Like

સર્વેશ્વર ચોક કા રાજા: રજવાડી થીમમાં બિરાજશે ગણપતિદાદા

આજે 3 જિલ્લામાં અતિભારે અને 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ સોમનાથ દાદાના દર્શન કર્યા

ત્રિકોણ બાગ કા રાજા : રાજવી સ્વરૂપમાં બિરાજમાન થશે દુંદાળા દેવ

સોજીત્રાનગર કા રાજા ગણપતિ મહોત્સવનો 14 સપ્ટેમ્બરથી ભવ્ય પ્રારંભ

TAGGED: ATULPANDIT, DIPAKSAGATHIYA, FIR, KIRITPARMAR, RAJKOTEDUCATIONCOMMITTEE
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સ્વામિનારાયણ સંપ્રદાય ધર્મ થવાના શમણે!: શું એક રજકણ સૂરજ બની શકે ખરી?
Next Article આજે વડાપ્રધાનનો જન્મદિવસ: રાષ્ટ્રપતિથી લઇને રાહુલ ગાંધી સહિતના નેતાઓએ પાઠવી શુભેચ્છા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા: રજવાડી થીમમાં બિરાજશે ગણપતિદાદા

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
આજે 3 જિલ્લામાં અતિભારે અને 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા: રજવાડી થીમમાં બિરાજશે ગણપતિદાદા

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
ગુજરાત

આજે 3 જિલ્લામાં અતિભારે અને 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
રાજકોટ

પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ સોમનાથ દાદાના દર્શન કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?