ગીર સોમનાથ સ્વચ્છ ભારતના સંકલ્પને સાકાર કરવા માટે કોડીનાર નગપાલીકા દ્વારા શહેરની વિવિધ સ્થળોની સાફ સફાઈ કરવામાં આવી હતી.અને શહેરમાંથી રખડતા પશુઓને પકડવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં જુના બસ સ્ટેશન રોડની સાફ સફાઇ કરવામાં આવી તેમજ શહેરમાં આવેલ જીવીપી પોઇન્ટ, ધાર્મિક સ્થળ મોટાપીરની દરગાહના વિસ્તારોની સાફ સફાઇ કરવામાં આવી હતી તેમજ, જાહેર રસ્તા પર ઘાસ ચારાનું વેચાણ કરનાર પાસેથી માલ જપ્તી કરવામાં આવ્યો તથા રખડતાં ઢોરને પકડવાની કામગીરી કરવામાં આવી હતી અને શહેરના રસ્તાઓની દીવાલો પર સ્વચ્છતા અંગેની જાગૃતી લાવતા ભીતચિત્રો દોરવામાં આવ્યા હતા.
કોડિનાર નગરપાલિકા દ્વારા ધાર્મિક સ્થળોની સફાઈ સાથે રખડતાં ઢોર પકડવામાં આવ્યા
Follow US
Find US on Social Medias