લોકોની હેલ્થને લગતા 50 પ્રકારનાં ટેસ્ટ વિનામૂલ્યે મિનિટોમાં થશે
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ રાજય સરકાર અને જૂનાગઢ જિલ્લા પંચાયતનાં પ્રયાસોથી છેવાડાનાં લોકો સુધી આરોગ્યની સુવિધા પહોચી છે. જિલ્લાનાં 9 સામુહિક આરોગ્ય કેન્દ્ર અને 38 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર 47 હેલ્થ એટીએમ મુકવામાં આવ્યાં છે. જિલ્લામાં હેલ્થ એટીએમનો પ્રયોગ સફળ રહ્યો છે. આ હેલ્થ એટીએમમાં લોકોને હેલ્થનો લગતા રીપોર્ટ મિનિટોમાં મળે છે. હેલ્થને લગતા 50 પ્રકારના રીપોર્ટ વિનામૂલ્યે થાય છે. તેમજ 19 પ્રકારનાં બેઝીક પેરામીટરનાં ટેસ્ટ થાય છે.
આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં વિવિધ પ્રકલ્પોની ગ્રાન્ટમાંથી 9 સામુહિક આરોગ્ય કેન્દ્ર અને 38 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એમ કુલ 47 કેન્દ્ર ખાતે આ હેલ્થ એટીએમ કાર્યરત કરવામાં આવ્યા છે. આ હેલ્થ એટીએમમાં જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી રાધવજીભાઈ પટેલની વિવેકાધીન ગ્રાન્ટમાંથી રૂ. 132 લાખ અને રાષ્ટ્રીય પર્વની ગ્રાન્ટમાંથી રૂ. 40 લાખના ખર્ચે તૈયાર થયા છે.