By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો
    7 minutes ago
    ભારતના ખભે બંદૂક ફોડશે અમેરિકા? LPG સંકટ વચ્ચે હોર્મુઝ અંગે ચીનને આપી કડક ચેતવણી
    2 days ago
    LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં
    5 days ago
    ટ્રમ્પનો માસ્ટર પ્લાન! ઈરાન પર ‘નાના પણ ઘાતક’ હુમલાની તૈયારી, અમેરિકાની નૌસેના ફરી સજ્જ
    6 days ago
    એક માણસ 40 કલાક સુધી હૃદય વિના જીવ્યો, ચીનની આશ્ચર્યજનક ઘટનાની મેડિકલ જગતમાં પણ ચર્ચા
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય: ઉત્તરથી દક્ષિણ સુધી ભારે પવન સાથે વરસાદની ચેતવણી
    16 minutes ago
    તમિલનાડુમાં કૉંગ્રેસની મોટી જાહેરાત, વિજયની TVK પાર્ટીને સમર્થન આપ્યું
    22 hours ago
    કૃત્રિમ પનીર પર સરકારની સર્જિકલ સ્ટ્રાઇક
    22 hours ago
    પશ્ર્ચિમ બંગાળમાં બુલડોઝર એક્શન
    22 hours ago
    UPSCમાં મોટા ફેરફારની શક્યતા, SC-ST-OBCની સાથે પેટા જ્ઞાતિના ઉલ્લેખની ભલામણ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ચેન્નઈએ દિલ્હીને 8 વિકેટે હરાવ્યું: સેમસને 52 બોલમાં 87 રન ફટકાર્યા
    21 hours ago
    બેંગલુરુ નહીં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે IPL ફાઈનલ, BCCIએ કેમ બદલ્યો નિર્ણય?
    1 day ago
    IPLમાં મુંબઈનો સૌથી મોટો રન ચેઝ: લખનઉને 6 વિકેટે હરાવ્યું
    2 days ago
    IPL 2026: કોણ છે અક્ષત રઘુવંશી? જેણે ડેબ્યૂ મેચમાં જ કર્યો વૈભવ સૂર્યવંશી જેવી કમાલ! ખાસ લિસ્ટમાં એન્ટ્રી
    2 days ago
    IPL 2026: કેએલ રાહુલનો મહારેકોર્ડ! વિરાટ-રોહિત પણ ના કરી શક્યા તે કરી બતાવ્યું
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    1 day ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    7 days ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    1 week ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    2 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ખાનગી શાળાઓના ગેરકાયદે ડોમ ધ્વસ્ત કરવા સ્ટેન્ડિંગ ચેરમેન જયમિન ઠાકર મેદાને
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ખાનગી શાળાઓના ગેરકાયદે ડોમ ધ્વસ્ત કરવા સ્ટેન્ડિંગ ચેરમેન જયમિન ઠાકર મેદાને
રાષ્ટ્રીય

ખાનગી શાળાઓના ગેરકાયદે ડોમ ધ્વસ્ત કરવા સ્ટેન્ડિંગ ચેરમેન જયમિન ઠાકર મેદાને

Khaskhabar Editor
Last updated: 2024/07/16 at 5:36 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

શાળાઓએ સાગઠિયાને રૂપિયા જમાડીને ગેરકાયદે બાંધકામો ખડક્યા છે

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.16

- Advertisement -

રાજકોટનાં TRP ગેમ ઝોન અગ્નિકાંડ બાદ પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર સાગઠિયાનાં એક પછી એક કૌભાંડ સામે આવી રહ્યા છે. જેમાં ઈમ્પેક્ટ ફીનાં નામે શાળા અને કોલેજો તેમજ હોસ્પિટલોને ડોમ બાંધવાનો છૂટો દોર અપાયો હોવાનું સામે આવ્યું હતું. 80 જેટલી શાળા-કોલેજો અને હોસ્પિટલ બિલ્ડિંગોમાં ડોમ બાંધ્યા બાદ ઈમ્પેક્ટ ફી ભરાય હોવાનું સામે આવ્યું હતું. આવી 100થી વધુ શાળાઓ હોવાનો સ્વીકાર કરી સ્ટેન્ડિંગ ચેરમેને તાત્કાલિક નોટિસ આપી કાર્યવાહીનાં આદેશો આપ્યા છે. મનપાનાં પૂર્વ ટીપીઓ સાગઠિયા હાલ જેલમાં છે. તેણે અગાઉ ઇમ્પેક્ટ ફી હેઠળ આવા અનેક જોખમી બાંધકામ કાયદેસર કરી આપ્યા હતા. ખરેખર ઈમ્પક્ટ ફી રેગ્યુલર બાંધકામમાં થતા ફેરફાર માટે હોય છે. પરંતુ સાગઠિયા દ્વારા રૂપિયા કમાવા માટે અનેક શાળા-કોલેજોનાં ડોમ ઈમ્પેક્ટ ફીનાં કાયદા હેઠળ કાયદેસર કરવામાં આવ્યા હતા. આ કારણે બિનકાયદેસર રીતે અનેક શાળાઓએ પ્લાસ્ટિકનાં ડોમ ખડકી ઇમ્પેક્ટ ફી ભરી હતી. હાલમાં પણ આવી શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓ તેનો અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં કોઈ મોટી દુર્ઘટના બને તો જવાબદાર કોણ? સાગઠિયાએ રૂપિયા બનાવવા માટે લોકોની સુરક્ષા સાથે ચેડા કર્યા છે. ત્યારે આવા ડોમની ઈમ્પેક્ટ ફી રદ કરી આવા બાંધકામ તાત્કાલિક દૂર કરવામાં આવે તેવી અમારી સ્પષ્ટ માગ છે.

આગામી સમયમાં કોંગ્રેસ દ્વારા આ મામલે વહીવટી તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવશે. તેમ છતાં આ પ્રકારના જોખમી બાંધકામો દૂર નહીં થાય તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે. આ પહેલા સૌરાષ્ટ્ર કોંગ્રેસના પ્રવક્તા રોહિત રાજપુતે જણાવ્યું હતું કે, રાજકોટનાં ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકો જીવતા ભૂંજાયા હતા. ત્યારબાદ કોંગ્રેસ દ્વારા આ અંગે વહીવટી તંત્રને રજુઆત કરવામાં આવી હતી. જેમાં 700 કરતા વધુ શાળાઓમાં ગેરકાયદેસર પ્લાસ્ટિક ડોમ છે. જે શાળા-કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે જોખમી છે. રજુઆત બાદ વહીવટી તંત્ર, શિક્ષણ વિભાગ અને મનપા દ્વારા આવા ડોમ હટાવવા માટેની કામગીરી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ટીઆરપી અગ્નિકાંડ બાદ નવ નિયુક્ત મ્યુનિસિપલ કમિશનર દ્વારા શહેરમાં ફાયર એનઓસી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં શાળા-કોલેજ, હોસ્પિટલ-રેસ્ટોરન્ટ સહિતનાં સ્થળોએ ચેકિંગ હાથ ધરીને ફાયર એનઓસી, ફાયરનાં સાધનો ના હોય તેવી મિલકતોને સીલ કરવામાં આવી હતી. ફાયર એનઓસી ઝુંબેશમાં સાગઠિયાના કાળમાં શાળા, કોલેજ, હોસ્પિટલ સહિતનાં સ્થળે ઈમ્પેક્ટ ફી હેઠળ જોખમી બાંધકામોને કાયદેસર કરી દેવાયા હોવાનું સામે આવ્યું છે.

સ્ટેન્ડિંગ ચેરમેનની ખાતરી: ઈમ્પેક્ટ ફી ભરી હશે તો પણ ગેરકાયદે ડોમ તોડી પડાશે

- Advertisement -

વિદ્યાર્થીઓની સુરક્ષા માટે મનપા તંત્ર કટિબદ્ધ: જયમિન ઠાકર

સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, ડોમ બાંધી ઇમ્પેક્ટ ફી ભરવામાં આવી હોય તેવી 100 કરતા વધુ શાળાઓ હોવાનું સામે આવ્યું છે. આ તમામ શાળાઓને નોટિસ આપી નિયમ મુજબ કાર્યવાહી કરવા આદેશો આપવામાં આવ્યા છે. ટૂંક સમયમાં આવી બધી શાળાઓ પરથી ડોમ હટાવી લેવામાં આવશે. જો ઇમ્પેક્ટ ફી ભરવામાં આવી હોય તો તે પરત આપીને પણ આવા ડોમ હટાવવામાં આવશે. વિદ્યાર્થીઓની સુરક્ષા માટે મનપા તંત્ર કટીબદ્ધ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જે-તે સમયે વેકેશન ખૂલતું હોવાથી બીયું પરમિશન વિના શાળાઓ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. જો કે, ફાયર એનઓસી વિના એક પણ શાળા શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી નથી. કેટલાક ટાઉન પ્લાનિંગ એક્ટ અમલમાં આવ્યા પહેલાના એટલે કે, 35 વર્ષ જૂના શાળા બિલ્ડિંગોને બીયું વિના ખોલવા મંજૂરી આપવામાં આવી હતી. પણ ફાયર એનઓસી તો બધા પાસે લેવડાવવામાં આવ્યું છે. આમ છતાં કોઈપણ સ્થળે મંજૂરી વિનાની શાળાઓ ચાલતી હશે તો તેને પણ બંધ કરાવવામાં આવશે.

You Might Also Like

ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય: ઉત્તરથી દક્ષિણ સુધી ભારે પવન સાથે વરસાદની ચેતવણી

તમિલનાડુમાં કૉંગ્રેસની મોટી જાહેરાત, વિજયની TVK પાર્ટીને સમર્થન આપ્યું

કૃત્રિમ પનીર પર સરકારની સર્જિકલ સ્ટ્રાઇક

પશ્ર્ચિમ બંગાળમાં બુલડોઝર એક્શન

UPSCમાં મોટા ફેરફારની શક્યતા, SC-ST-OBCની સાથે પેટા જ્ઞાતિના ઉલ્લેખની ભલામણ

TAGGED: illegal domes of private schools, Jaimin Thacker, Standing Chairman
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હત્યાનો ગુનો નોંધવા હાઈકોર્ટનો હુકમ
Next Article રાજકોટ ચેમ્બર ઑફ કોમર્સના પ્રમુખ વી.પી. વૈષ્ણવની ગેરકાયદે મિલકત સીલ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો

Khaskhabar Editor Khaskhabar Editor 7 minutes ago
ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય: ઉત્તરથી દક્ષિણ સુધી ભારે પવન સાથે વરસાદની ચેતવણી
સોરઠમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરી માવઠાંની સિસ્ટમ સક્રિય: ધરતીપુત્રોના જીવ અધ્ધર
ગજ્જર સ્પોર્ટ્સ ક્લબ આયોજિત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનો આજે ફાઈનલ જંગ
ધો 10 બોર્ડમાં પુજીત રૂપાણી ટ્રસ્ટના બે વિદ્યાર્થીએ 99.99 PR સાથે બોર્ડમાં પ્રથમ સ્થાન મેળવ્યું
મહાપાલિકાનું મેગા ડિમોલિશન: મવડી અને નાનામવામાં 32 કરોડની જમીન દબાણમુક્ત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય: ઉત્તરથી દક્ષિણ સુધી ભારે પવન સાથે વરસાદની ચેતવણી

Khaskhabar Editor Khaskhabar Editor 16 minutes ago
રાષ્ટ્રીય

તમિલનાડુમાં કૉંગ્રેસની મોટી જાહેરાત, વિજયની TVK પાર્ટીને સમર્થન આપ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાષ્ટ્રીય

કૃત્રિમ પનીર પર સરકારની સર્જિકલ સ્ટ્રાઇક

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?