By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
    3 days ago
    નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
    3 days ago
    બાળકોને FB-ઇન્સટાના રવાડે ચડાવવા મામલે મેટા ઘૂંટણિયે!
    3 days ago
    દુનિયાભરની અમેરિકી વિઝા એપોઇન્ટમેન્ટ સ્થગિત કરાઈ
    4 days ago
    પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની હોસ્પિટલમાં આગ લાગતાં 15 નવજાત જીવતાં ભુંજાયા
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
    3 days ago
    સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
    3 days ago
    નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    3 days ago
    ડુંગળીના ભાવમાં 11 ટકા ઉછાળો, ચોખા-કઠોળ અને ખાદ્ય તેલ મોંઘાં થયા
    3 days ago
    દિલ્હી : કેન્સર સારવારના રૂ.1 લાખના ઈંજેકશનમાં માત્ર પાણી જ નીકળ્યું!
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શ્રી જામકંડોરણા તાલુકા લેઉવા પટેલ કન્યા છાત્રાલય જામકંડોરણા દ્વારા 511 દીકરીઓના સમૂહ લગ્નોત્સવ ‘પ્રેમનું પાનેતર’ યોજાશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > શ્રી જામકંડોરણા તાલુકા લેઉવા પટેલ કન્યા છાત્રાલય જામકંડોરણા દ્વારા 511 દીકરીઓના સમૂહ લગ્નોત્સવ ‘પ્રેમનું પાનેતર’ યોજાશે
રાજકોટ

શ્રી જામકંડોરણા તાલુકા લેઉવા પટેલ કન્યા છાત્રાલય જામકંડોરણા દ્વારા 511 દીકરીઓના સમૂહ લગ્નોત્સવ ‘પ્રેમનું પાનેતર’ યોજાશે

Khaskhabar Editor
Last updated: 2025/01/23 at 4:24 PM
Khaskhabar Editor 2 years ago
Share
6 Min Read
SHARE

સ્વ. વિઠ્ઠલ રાદડિયાની સ્મૃતિમાં લેઉવા પટેલ સમાજની દીકરીઓનો તા. 26ના નવમો શાહી સમૂહ લગ્નોત્સવ: તા. 24ના ભવ્ય રાસોત્સવનું આયોજન

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.23
ગુજરાતભરમાં પ્રચલિત કદાવર ખેડૂત નેતા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની જન્મભૂમિ જામકંડોરણામાં તેમના પુત્ર અને ભાજપના યુવા નેતા અને ધારાસભ્ય જયેશ રાદડિયા દ્વારા તા. 26 જાન્યુઆરીના રોજ 511 દીકરીઓના ભવ્ય સમૂહ લગ્નોત્સવ ‘પ્રેમનું પાનેતર’નું વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. જામકંડોરણા લેઉવા પટેલ વિદ્યાર્થી ભવનમાં 511 દીકરીઓના સમૂહ લગ્નોત્સવ માટે ઉભા કરાયેલા વિશાળ સમિયાણામાં બપોરે 2-30 કલાકે જાન આગમન, 3 વાગ્યે ભવ્ય વરઘોડામાં વર-ક્ધયાના પરિવારજનો શરણાઈ- બેન્ડના તાલે ઝૂમશે, સાંજે 4 વાગ્યે દાતાઓનો સત્કાર સમારંભ અને પાંચ વાગ્યે હસ્તમેળાપ, 6 વાગ્યે ભોજન સમારંભ અને 8 વાગ્યે ક્ધયાઓનું ભાવભેર વિદાયમાન અપાશે તેમજ તા. 24ના રોજ શુક્રવારે સાંજે 8-00 વાગ્યે ગીતાબેન રબારી અને ગ્રુપ દ્વારા ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાની પૂણ્ય સ્મૃતિમાં યોજાનાર આ 9માં શાહી સમૂહ લગ્નોત્સવમાં આ વર્ષે પણ હવેલી જેવો વિશાળ અને ભવ્યાતિભવ્ય સેટ ઉભો કરવામાં આવ્યો છે. 511 લગ્નમંડપો તથા રોમન અને ટ્રેડિશનલ થીમના સ્ટેજ પ્રોગ્રામ માટે 75 વિઘા જમીનમાં તેમજ પાર્કિંગ, જમણવાર સહિતની વ્યવસ્થા માટે 125 વિઘા જમીનમાં તૈયારીઓ કરવામાં આવી છે.
જામકંડોરણાના આંગણે યોજાનાર આ ઐતિહાસિક સમૂહ લગ્નોત્સવ અંગે માહિતી આપતાં ભાજપના યુવા ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે આ ભવ્ય સમૂહ લગ્નોત્સવમાં ગુજરાતભરમાંથી ગરીબ પરિવારના 511 દીકરા-દીકરીઓને ગૃહસ્થ જીવનમાં પ્રસ્થાન કરવાનું અમને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. મારા પિતા વિઠ્ઠલભાઈ રાદડિયાએ શરૂ કરેલી સમાજ સેવાની આ પરંપરા આગળ ધપાવવા સમગ્ર જામકંડોરણા તાલુકાના લેઉવા પટેલ સમાજના લોકો અને તાલુકાની 42 સંસ્થાઓ સહિયારા ભગીરથ પ્રયાસો કરી રહી છે અને દર વર્ષે આ સેવાકાર્ય વધુ ને વધુ વિસ્તરી રહ્યું છે. આ ભવ્ય સમૂહ લગ્નોત્સવ જામકંડોરણા જેવા નાના તાલુકા માટે ઐતિહાસિક અવસર બની રહેશે. જામકંડોરણાની બજારમાં 511 જાનના સામૈયા એક અવિસ્મરણીય પ્રસંગ બની રહેશે. વરરાજાઓના સામૈયા માટે ગીર સફારીની ખુલ્લી જીપોથી માંડીને વિન્ટેજ કાર સુધીની વ્યવસ્થા કરવામાં આવી છે. જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે આ સમૂહ લગ્નોત્સવમાં લગ્નગ્રંથિથી જોડાનાર દરેક યુગલના પરિવારોને કોઈપણ સંખ્યાની મર્યાદા વગર આમંત્રણ આપવામાં આવ્યું છે તેમજ સમગ્ર જામકંડોરણા તાલુકાના લેઉવા પટેલ સમાજને પણ નોતરા આપવામાં આવ્યા છે.
આ સિવાય વિવિધ ક્ષેત્રના મહાનુભાવોને આમંત્રણ માટે 80000 કંકોત્રીનું વિતરણ કરવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમમાં દોઢથી બે લાખ લોકોના જમણવાર માટે વ્યવસ્થા કરવામાં આવી છે. લગ્ન મંડપથી માંડી જમણવાર અને પાર્કિંગ તથા ટ્રાફિક સહિતની વ્યવસ્થા માટે જામકંડોરણા તાલુકાના જ 10000 સ્વયંસેવકો છેલ્લા 15 દિવસથી જહેમત ઉઠાવી રહ્યા છે.આ સમૂહ લગ્નમાં જોડાઈને ગૃહસ્થ જીવનનો પ્રારંભ કરનાર દીકરીઓને કરિયાવર માટે દાતાઓએ મન મૂકીને દાનનો ધોધ વહાવ્યો છે અને તેના કારણે દરેક દીકરીને અંદાજે રૂા. 3 લાખની કિંમતની 120 ચીજવસ્તુઓનો કરિયાવર આપવામાં આવનાર છે.
સાથોસાથ દરેક દીકરીને શ્રીમદ્ ભગવદ્ ગીતા પણ ભેટ ધરવામાં આવશે. શ્રી જામકંડોરણા તાલુકા લેઉવા પટેલ ક્ધયા છાત્રાલય સહિતની સંસ્થાઓ દ્વારા ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાની સ્મૃતિમાં આગામી તા. 26 જાન્યુઆરીના રોજ જામકંડોરણા ખાતે લાડકડીના લગ્ન નવમા શાહી સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ શાહી સમૂહ લગ્નોત્સવના આયોજક ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે પ્રેમનું પાનેતર લગ્નોત્સવ સમારોહના મુખ્ય દાતા મૂળ જામકંડોરણાના અને હાલ સુરત નિવાસી ઉદ્યોગપતિ રમેશભાઈ વલ્લભભાઈ ગજેરા તથા પરસોતમભાઈ (દાસભાઈ) વલ્લભભાઈ ગજેરા છે.
જ્યારે અધ્યક્ષસ્થાને કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયા તથા સી. આર. પાટીલ ઉપસ્થિત રહેશે. જ્યારે ઉદ્ઘાટક તરીકે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, સુરતના ડાયમંડ ઉદ્યોગપતિ વસંતભાઈ ગજેરા, સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાના પિતા હંસરાજભાઈ રાદડિયા, કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, જેતપુરના ઉદ્યોગપતિ રાજુભાઈ હિરપરા તેમજ સુરતના ભક્તિગ્રુપના રમેશભાઈ ગજેરા અને સોમનાથ ઈન્ફ્રા.ના પરસોતમભાઈ ગજેરા ઉપસ્થિત રહેશે. આ સિવાય લેઉવા પટેલ સમાજના સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતભરમાંથી રાજકીય, સામાજિક આગેવાનો, ઉદ્યોગકારો તેમજ વિવિધ ક્ષેત્રના મહાનુભાવો દીકરીઓને આશીર્વાદ આપવા જામકંડોરણાના આંગણે ઉપસ્થિત રહેનાર છે.
આ ઐતિહાસિક સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ જયેશભાઈ રાદડિયા ઉપરાંત ઉપપ્રમુખ ગોવિંદભાઈ રાણપરિયા, ખજાનચી વિઠ્ઠલભાઈ બોદર, માનદ મંત્રી નિલેશભાઈ બાલધા, બાંધકામ સમિતિના ચેરમેન- ક્ધયા છાત્રાલય મોહનભાઈ કથિરિયા, કુમાર છાત્રાલય બાંધકામ સમિતિના ચેરમેન ધનજીભાઈ બાલધા તેમજ ટ્રસ્ટીઓ જયંતિલાલ પાનસુરિયા, અરવિંદભાઈ તાળા, મનસુખભાઈ સાવલીયા, જમનભાઈ બાલધા, અશોકભાઈ બાલધા, રમેશભાઈ ખીચડિયા, મનોજભાઈ રાદડિયા, જસમતભાઈ કોયાણી, કિરણભાઈ કોયાણી, કરશનભાઈ બાલધા, બચુભાઈ બાલધા, દામજીભાઈ બાલધા, ધીરજલાલ ગજેરા, વિનોદરાય પાનસુરિયા, જીવરાજભાઈ સતાસીયા, વલ્લભભાઈ કોટડિયા, નાથાભાઈ રૈયાણી, ધીરજલાલ સતાસીયા, છગનભાઈ સાવલીયા, ઝવેરભાઈ ભંડેરી, ભોવાનભાઈ વાગડિયા, હરિલાલ રાજપરા, વલ્લભભાઈ કાછડિયા, જમનભાઈ વાદી, નાથાભાઈ તાળા, લાલજીભાઈ ડોબરિયા, ધીરજલાલ પોકિયા, હરસુખભાઈ વેકરિયા, ગોપાલભાઈ વઘાસીયા, ભીખાભાઈ અજુડિયા, મનસુખભાઈ રેણપરા, જગદીશભાઈ પીપળીયા, વલ્લભભાઈ રૂપાપરા, બાવનજીભાઈ પાદરિયા, સવજીભાઈ સોરઠિયા, છગનભાઈ ઘાડિયા, રણછોડભાઈ પોકિયા, વેલજીભાઈ પટોડિયા, ભગવાનજીભાઈ ગીણોયા, રામજીભાઈ બાલધા, ધરમશીભાઈ સાવલીયા, વ્રજલાલ સતાસિયા, લાલજીભાઈ વેકરિયા, ભગવાનજીભાઈ બાલધા, દિપકભાઈ બાલધા, મહેશભાઈ સેંજલિયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.
આ તકે ખાસ આરોગ્યલક્ષી સેવાઓ ઉભી કરાઈ છે. લગ્ન સમારોહ દરમિયાન ઈમરજન્સી સારવાર માટે રાજકોટની ઓમેગા હોસ્પિટલ તેમજ જામકંડોરણાની સરકારી હોસ્પિટલ સહિતના નિષ્ણાત તબીબો સેવા આપશે. ઓમેગા હોસ્પિટલના સ્ટાફ દ્વારા જરૂરિયાતમંદ લોકોના ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર તપાસી દેવાશે.

- Advertisement -

You Might Also Like

જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા રથયાત્રા સ્વાગત સમિતિની નિમણૂક

LLBના વિદ્યાર્થીઓનું સેમેસ્ટર-1, 2નું પરિણામ જાહેર થયુ નથી ને 3ના ફોર્મ શરૂ

રાજકોટમાં મેળાની તૈયારી પૂરજોશમાં : વિરાસતથી વિકાસ લોકમેળામાં નાના-મોટા ચકડોળ ફિટ કરવાનો પ્રારંભ

રાજકોટમાં જન્માષ્ટમી પર્વ પર ભવ્ય મટકી ફોડ સ્પર્ધાનું આયોજન

રાજ્યસભાના કાર્યકાળ દરમિયાન ૧૯૦થી વધુ પ્રશ્નો, ૧૦૦થી વધુ ચર્ચાઓ અને ૧૦૦ ટકા હાજરી

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સુરેન્દ્રનગર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે ભૂકંપ અંગેની મોકડ્રીલ યોજાઈ
Next Article ગ્લોબલ વોર્મિગનાં કારણે રેકોર્ડબ્રેક ગરમીથી દુનિયાનાં અનેક મોટા શહેરોમાં ખતરો વધ્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટમાં લોકમેળા દરમિયાન ટ્રાફિક સમસ્યા નિવારવા 7 માર્ગો ઉપર તમામ વાહનોનો નો એન્ટ્રી, નો પાર્કિંગ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા રથયાત્રા સ્વાગત સમિતિની નિમણૂક

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
રાજકોટ

LLBના વિદ્યાર્થીઓનું સેમેસ્ટર-1, 2નું પરિણામ જાહેર થયુ નથી ને 3ના ફોર્મ શરૂ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
રાજકોટ

રાજકોટમાં મેળાની તૈયારી પૂરજોશમાં : વિરાસતથી વિકાસ લોકમેળામાં નાના-મોટા ચકડોળ ફિટ કરવાનો પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?