સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (પૂર્વ ટ્વિટર) ડાઉન હોવાના સમાચાર છે. સોમવારે(16 ફેબ્રુઆરી) સાંજે લગભગ 7 વાગ્યાથી ઇલોન મસ્કની માલિકીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર યુઝર્સને ફીડ ચેક કરવામાં ખામી જોવા મળી હતી. ફીડ લોડ થઈ રહ્યા ન હતા.જોકે, કેટલાક યુઝર્સને અન્ય કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
વિશ્વભરમાં ઇન્ટરનેટ ડાઉન થવાની જાણ કરતી વેબસાઇટ ડાઉનડિટેક્ટર પર સાંજે 7 વાગ્યા પછી અચાનક X ડાઉન થવાના અહેવાલો વધી ગયા. આ સમાચાર લખાય ત્યાં સુધી, 34 હજારથી વધુ યુઝર્સે X ડાઉન થવાની જાણ કરી હતી. હાલમાં, X દ્વારા કોઈ સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી.
- Advertisement -
કેટલાક યુઝર્સનું કહેવું છે કે, વેબસાઇટ અને મોબાઈલ એપ બંને પર ખાલી સ્ક્રીન અથવા એરર મેસેજ દેખાઈ રહ્યા છે, જ્યારે કેટલાકને માત્ર ટાઇમલાઇન લોડ નથી થઈ રહી. તેનાથી સ્પષ્ટ થાય છે કે, સમસ્યા માત્ર ભારત સુધી મર્યાદિત નથી, પરંતુ વિશ્વભરના યુઝર્સ આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
ટ્વિટર બાદ X તરીકે ઓળખાનારું આ પ્લેટફોર્મ મોટી સંખ્યામાં કંટેન્ટ ક્રિયેટર્સ, ન્યૂઝ ચેનલ્સ અને સેલિબ્રિટીઝ સહિત સામાન્ય યુઝર્સ માટે એક મુખ્ય કોમ્યુનિકેશન ટૂલ છે, એટલા માટે આ સર્વિસ બ્રેક્સથી અનેક જગ્યાઓ પર ચર્ચા અને નારાજગી પણ જોવા મળી રહી છે.




