ગુજરાતમાં મંગળવારે અમંગળ ઘટનાના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, દાહોદમાં એક માર્ગ અકસ્માતની ઘટનામાં 6 લોકોના મોતથી ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક વિગતો મુજબ રિક્ષા અને ટ્રક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં ઘટનાસ્થળે જ 6 લોકોનું પ્રાણપંખેરુ ઊડી ગયું હતું. આ તરફ એક વ્યક્તિને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
દાહોદના ગરબાડા-અલીરાજપુર હાઇવે પર એક દર્દનાક અને કાળજુંકંપાવી દે તેવી મર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. વિગતો મુજબ પાટીયાઝોલ તળાવ પાસે રીક્ષા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ તરફ આ દર્દનાક અકસ્માતમાં એકસાથે 6 વ્યક્તિના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. આ તરફ અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હોઇ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ તરફ અકસ્માતની જાણ થતાં જ ગરબાડા પોલીસ સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
- Advertisement -
સુરેન્દ્રનગર અકસ્માતમાં પણ 3 લોકોના મોત
આ તરફ સુરેન્દ્રનગર-લખતર હાઇવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. વિગતો મુજબ ઝમર ગામ પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ઘટના સ્થળે જ કારમાં સવાર ત્રણ વ્યક્તિના મોત થયા હતા. આ તરફ અન્ય બે વ્યક્તિને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.