ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પક્ષના વ્હીપનો અનાદર કરવા બદલ કડક પગલાં લેવાયા
સદસ્ય પદ રદ કરવાની કાર્યવાહી શરૂ કુરાઇ
ખાસ-ખબર સંવાદદાતા
વાંકાનેરની મહિકા જીલ્લા પંચાયત સીટના વર્તમાન સદસ્ય અને કોંગ્રેસ પક્ષના પ્રતિક પર સતત ત્રણ ટર્મથી જીલ્લા પંચાયત સદસ્ય તરીકે ચૂંટાઈ આવતાં નવઘણભાઈ મેઘાણીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવતા વાંકાનેરના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે જેમાં પક્ષ દ્વારા વ્હીપના અનાદર બદલ તેમને પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરીને તેમનું સદસ્ય પદ રદ કરવાની કાર્યવાહી શરૂૂ કરવામાં આવી છે.
કોંગ્રેસ દ્વારા એક પ્રેસ યાદી બહાર પાડીને જણાવવામાં આવ્યું છે કે, નવઘણભાઈ મેઘાણીને કોંગ્રેસ કાર્યકરોએ સતત મહેનત કરીને ત્રણ-ત્રણ વખત કોંગ્રેસના પ્રતીક ઉપર વિજેતા બનાવેલ છે. આ સાથે જ પક્ષે સહકારી માળખામાં તેમના પુત્ર અશ્ર્વીન મેઘાણીને વાંકાનેર માર્કેટ યાર્ડની કરોડરજ્જુ સમાન વેપારી પેનલમાં બે ટર્મ પ્રતિનિધિત્વ આપ્યુ હોય ત્યારે પક્ષને વફાદાર રહેવાને બદલે વાંકાનેર-કુવાડવા વિધાનસભાની ચાલુ ચુંટણીમાં નવઘણભાઈ પુત્રપ્રેમમાં પોતે કોંગ્રેસમાં રહીને પક્ષ સાથે દગો કરવાનું નકકી કરેલ અને પુત્રને ભાજપમાં પ્રવેશ અપાવ્યો હતો અને આજે તે મોરબી જીલ્લા ભાજપના ઉપપ્રમુખ તરીકે કાર્ય કરે છે.
આ બધા વચ્ચે કોંગ્રેસ પક્ષ સાથે હોય અને કોંગ્રેસમાં જ કામ કરવાની વાતો કરનાર નવઘણભાઈ મેઘાણીએ તા. 13/09/23 ના રોજ યોજાયેલ મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચુંટણીમાં પક્ષના વ્હીપનો અનાદર કરી કોંગ્રેસ તરફથી જીલ્લા પંચાયત ઉપપ્રમુખના ઉમેદવાર મહેશભાઈને મત આપવા સમયે બીમારીનું બહાનુ કરી ગેરહાજર રહી વ્હીપનો અનાદાર કરતા આ બાબતની ગંભીર નોંધ લઇ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નવઘણભાઈ મેઘાણીને કોંગ્રેસ પક્ષના જીલ્લા પંચાયતના ઉપનેતા પદેથી દુર કરતા અને પક્ષમાંથી છ વર્ષ માટે સસપેન્ડ કરતા ખળભળાટ મચી ગયો છે.