જમ્મુ અને કાશ્મીરના શોપિયાંમાં સોમવારની મોડી રાતથી ચાલુ રહેલા એન્કાઉન્ટરમાં આજે વહેલી સવારે સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. હાલ આ વિસ્તારમાં જવાનોનું સર્ચ ઓપરેશન ચાલુ છે.
#Encounter has started at Alshipora area of #Shopian. Police and security forces are on the job. Further details shall follow.@JmuKmrPolice
- Advertisement -
— Kashmir Zone Police (@KashmirPolice) October 9, 2023
જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટર દરમિયાન બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. હાલ જંગલોમાં વધુ આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા છે અને હવે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
- Advertisement -
શોપિયાંના અલશીપોરામાં આજે વહેલી સવારે સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર કર્યા છે. આ પોલીસ અને સેનાના સંયુક્ત ઓપરેશન છે. કાશ્મીર પોલીસ ઝોને એન્કાઉન્ટરની જાણકારી આપી હતી કે ‘સોમવારે મોડી રાત્રે એન્કાઉન્ટર શરૂ થયું હતું. બંને તરફથી ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. આ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ અત્યાર સુધીમાં 2 આતંકીઓને ઠાર કર્યા છે.’ હવે આ બંને આતંકવાદીઓની ઓળખ પણ થઈ ગઈ છે. આ બંને આતંકીઓ લશ્કર-એ-તૈયબા માટે કામ કરતા હતા.
#ShopianEncounterUpdate: Killed #terrorists have been identified as Morifat Maqbool & Jazim Farooq @ Abrar of #terror outfit LeT. #Terrorist Abrar was involved in killing of Kashmiri Pandit late Sanjay Sharma: ADGP Kashmir@JmuKmrPolice https://t.co/Jj0Bxb49dG
— Kashmir Zone Police (@KashmirPolice) October 10, 2023
જણાવી દઈએ કે કુલગામમાં પણ 4 ઓક્ટોબરે સુરક્ષાદળોએ હિઝબુલ મુજાહિદ્દીનના બે આતંકીઓને ઠાર કર્યા હતા. ઈન્ટેલિજન્સ રિપોર્ટ બાદ સુરક્ષાદળોએ આતંકીઓને ઘેરી લીધા હતા અને ત્યારબાદ તેઓ એન્કાઉન્ટર દરમિયાન માર્યા ગયા હતા. બંને આતંકીઓ કુલગામના રહેવાસી હતા.