By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખામીઃ 1000 ફલાઇટ્સ રદ્દ કરાઈ
    4 hours ago
    US-ઈરાન વચ્ચે તણાવ વધ્યો : અમેરિકાનો 5 ઈરાની ટેન્કરો પર હુમલો
    5 hours ago
    ઈરાન પર USનો ફરી હુમલો
    1 week ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    1 week ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    CJP પ્રદર્શનમાં સામેલ વિદ્યાર્થીને નોટિસ આપવાની હિંમત કેવી રીતે કરી?
    4 hours ago
    બુલેટ ટ્રેન | હવે દોઢ કલાકમાં જ મુંબઈથી વડોદરા પહોંચી જવાશે
    4 hours ago
    દેશમાંથી વાદળો અદ્રશ્ય!
    1 day ago
    વનતારા દ્વારા ગવર્નિંગ કાઉન્સિલની રચના: વન્યજીવ સંરક્ષણ અને આયાત અંગે આખરી નિર્ણય લેશે
    1 day ago
    ખડે હનુમાન દાદાનો સાક્ષાત્કાર : ઉજ્જૈનમાં દાદાની મૂર્તિ હટાવવાના તંત્રના તમામ પ્રયાસો નિષ્ફળ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    1 week ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: તમને જોઈ ખુદને ખોવું સહેલું સહેલું લાગ્યું છે, રોજ તમારા પ્રેમમાં પડવું, કેવું ઘેલું લાગ્યું છે!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > તમને જોઈ ખુદને ખોવું સહેલું સહેલું લાગ્યું છે, રોજ તમારા પ્રેમમાં પડવું, કેવું ઘેલું લાગ્યું છે!
Author

તમને જોઈ ખુદને ખોવું સહેલું સહેલું લાગ્યું છે, રોજ તમારા પ્રેમમાં પડવું, કેવું ઘેલું લાગ્યું છે!

Khaskhabar Editor
Last updated: 2024/10/12 at 4:19 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

એની નિર્મળતા તો એને ઓઢી ફરનારા જાણે!
દુનિયાને જે પ્રેમનું વસ્તર મેલું-મેલું લાગ્યું છે

વ્હાલી જિંદગી,

- Advertisement -

જયારે જયારે આશાને અતિક્રમવાના પ્રયત્નો કર્યા છે ત્યારે ત્યારે તું મને અતિશય જીવવા જેવી લાગી છે. વહાલ ઉભરાઈ આવે એ એ દરેક ક્ષણે હું ઉત્સવ ઉજવી લઉં છું. ઓશો રજનીશ યહૂદીઓના એક પુસ્તક તાલમુદ વિશે સરસ વાત કરતા. પરમાત્મા જિંદગીનો હિસાબ ગણવા નવરા નથી બેઠાં. એ તમને એવું ક્યારેય નહીં પૂછે કે કેટલું પાપ અને પુણ્ય કમાયો? એ એવું અવશ્ય પૂછશે કે ભલા માણસ! મેં તને જીવનમાં ઘણાં બધાં સુખના અવસર આપ્યા હતા એમાંથી તેં કેટલાં ભોગવ્યા? જિંદગી! તું મારા આત્માથી પરમાત્મા સુધી પહોંચવાની ચાવી છે. તારું સાનિધ્ય મારા જીવનનો અનમોલ ખજાનો છે જે ક્યારેય ખાલી જ ના થાય ક્ધિતુ પળે પળે સતત વધતો જ રહે. તારો હાથ જ્યારે મારા હાથમાં હોય છે ત્યારે આખી દુનિયા મારી મુઠ્ઠીમાં હોય એવું લાગે છે. તું મારું ધગધગતું આયખું છે જે મને સતત ઊર્જાવાન બનાવે છે. સમી સાંજના આછેરા અંધારે હું તારામાં છૂપાઈને મારા અસ્તિત્વને બચાવી લઉં છું. તું મારા પર હેતની ચાદર બિછાવીને ગરમાવો આપે છે. તારી આ હૂંફ મને જીવાડવા માટે પર્યાપ્ત છે. તારું મારામાં હોવું એટલું સનાતન છે જેટલું આ દુનિયામાં પરમાત્માનું હોવું સનાતન છે.

તારા પ્રેમને હું પ્રત્યેક પળે અનુભવું છું. આંખો બંધ કરી તારી હયાતી ને હું મારામાં ભરતો રહું છું અને ધન્ય થયા કરું છું. તું મારા જીવનનું એ કેન્દ્ર છે જેનો આધાર ફક્ત અને ફક્ત તારો પ્રેમ છે. જિંદગી! તું મારા રોમે રોમમાં ફેલાતી સુગંધનો એ દરિયો છે જેમાં હું રોજ ડૂબું છું, તરું છું અને તરબોળ થઈ જાઉં છું. જિંદગી! મારે તારા હૈયાના ઝૂલતા મિનારે માળો બાંધીને ત્યાં લાગણીઓ સેવવી છે. તારી છાતીમાં ઊગેલા ગરમાળાના પીળા પીળા ફૂલો મહેકે છે એને મારે હૃદયમાં ભરવા છે. તારી પાંપણના દરેક પલકારે મારે વર્તમાનથી ભવિષ્યના બધા જ સપના પરોવવા છે. તારા પગમાં શ્રદ્ધાથી મસ્ત ઝૂકાવીને આખા આયખાને ઉન્નત સ્થાને લઈ જવું છે. તું મારા હૈયાના વડલાની એ વડવાઈ છે જ્યાં મારું મન વળવાગોળ બનીને ફક્ત અને ફક્ત તારામાં જ લટકી રહે છે. જિંદગી! તું મારું ઝળહળતું અજવાળું છે. તારો સંગાથ મારા જીવતરની દરેક ઉજળી સવાર છે. તારું વહાલ જાણે આકાશમાંથી અવિરત વહેતો જળધોધ બનીને મને જીવાડી જાય છે. હું ખૂબ જ નસીબદાર છું કે જિંદગીનો આવો પ્રેમ મને મળ્યો છે એ ચમત્કારથી સહેજ પણ ઓછો નથી. પણ તું મારા માટે ચમત્કાર નથી, મારુ એ સફળ તપ છે જેને પાકવા માટે સદીઓ અને યુગોના યુગો સુધી તપસ્યા કરવી પડે. મારુ એ ઉજળું આયખું છે જેને મેં પ્રેમ, શ્રદ્ધા અને સમર્પણની ધારથી અવિરત માંજ્યું છે. પ્રેમ અને શ્રદ્ધાથી જોડાયેલા બે દિલ પરસ્પર સંવાદ માંડે ત્યારે એમાંથી સતત ખેવના, હૂંફ, ન્યોછાવરી અને લાગણીના રેલા જ દડતાં હોય છે. હું એ લાગણીના રેલાઓને સ્પષ્ટ અનુભવી રહ્યો છું મારું જીવન સફળ બની ગયું છે. જિંદગી ! હું તને ખૂબ જ પ્રેમ કરું છું કારણકે તું મારી રગે રગમાંથી વહેતું લાગણીનું એ ઝરણું છે જે છેક મારી છાતીમાં આવી, અટવાઈ મને ભીનો ભીનો રાખે છે. હું તને પ્રેમ કરું છું કારણ કે આંધળો માણસ ચશ્મા પહેરવાથી પણ દુનિયાને નિહાળી શકવાનું સામર્થ્ય કેળવી શકતો નથી જ્યારે તે તો સાવ નાદાન અને અણસમજુ જીવને વિવિધ રંગોના મોહક ઇન્દ્રધનુના દર્શન કરાવ્યાં છે. હું તને ખૂબ જ ચાહું છું કારણ કે મારા જીવનના શબ્દકોશમાં ચાહવું – એટલે કે ચાહતનો ફક્ત અને ફક્ત એક જ અર્થ છે જિંદગી… જિંદગી… જિંદગી…
સતત તને શ્વસતો,
જીવ.

You Might Also Like

વેદોના ચિંતન વૈભવને જાણો

મહીસાગર કાંઠે વસેલું વાલવોડ ગામ : આસ્થા, ઇતિહાસ અને લોક પરંપરાઓનો અનોખો સંગમ

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

રાજીનામાની રાજનીતિ

iphone કરતાં ખૂબ મોટી છે જિંદગી

TAGGED: Falling in love, LOVE
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઈરાન પર સાઈબર અટેક: પરમાણુ સ્થળો પરથી મહત્વપૂર્ણ માહિતી ચોરાઈ
Next Article કોઈ આંગળી આપે એટલે પહોંચો પકડવાની આવડત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

કચરો ફેંકનાર અને જાહેરમાં થૂંકનાર પાસે જ કમિશનરે સફાઈ કરાવી

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
નંબર પ્લેટ વગરના વાહનોની 14 ઓક્ટોબર 2026 સુધી ડ્રાઇવ ચાલશે
જન આક્રોશ સભા : જનતાના હક અને ન્યાય માટે રાજકોટથી ગાંધીનગર તરફ કોંગ્રેસના હોદ્દેદારો રવાના
જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી બાદ સુશોભન અને ફ્લોટ સ્પર્ધાના વિજેતાઓ જાહેર
મંજૂરી લીધા વિના સ્કૂલ બંધ કરાશે તો સંચાલકને 20 લાખનો દંડ થશે
CJP પ્રદર્શનમાં સામેલ વિદ્યાર્થીને નોટિસ આપવાની હિંમત કેવી રીતે કરી?
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Authorમનીષ આચાર્ય

વેદોના ચિંતન વૈભવને જાણો

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
Author

મહીસાગર કાંઠે વસેલું વાલવોડ ગામ : આસ્થા, ઇતિહાસ અને લોક પરંપરાઓનો અનોખો સંગમ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
AuthorBhavy Raval

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?