કોરોના કાળમાં ગુજરાતીઓએ 1.70 લાખ કરોડની બચત કરી, બેન્કોમાં કુલ ડિપોઝિટ 10 લાખ કરોડની નજીક
રાજકોટ સહિત અમદાવાદ, સુરત, વડોદરાની 56% ડિપોઝિટ: રાજ્યની બેન્કોમાં NPAનો આંકડો 25 હજાર કરોડ
કોરોનાકાળમાં ગુજરાતીઓએ બચતમાં 1.70 લાખ કરોડનો વધારો કર્યો છે. રાજ્યની બેન્કોની ડિપોઝિટ્સમાં બે વર્ષમાં 22 ટકાનો વધારો થયો છે. અંદાજ મુજબ, આ વર્ષના અંત સુધીમાં રાજ્યની બેન્કોમાં ડિપોઝિટ 10 લાખ કરોડ થઇ જશે. સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની મિટિંગમાં આ વિગતો બહાર આવી છે.
સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીના આંકડાઓ પ્રમાણે, રાજ્યમાં બેંકની શાખાઓમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે, ડિપોઝિટ્સમાં વધારો થયો છે. ડિસેમ્બર, 2021 સુધીના આંકડાઓ પ્રમાણે, રાજ્યની બેંકોમાં કુલ ડિપોઝિટ 9.30 લાખ કરોડ છે. માર્ચ, 2021માં ડિપોઝિટનો આંકડો 8.81 લાખ કરોડ હતો. છેલ્લા 9 મહિનામાં ડિપોઝિટમાં 50 હજાર કરોડનો વધારો થયો છે. માર્ચ 2020માં ડિપોઝિટ 7.60 લાખ કરોડ હતી. કોરોનાકાળમાં 1.70 લાખ કરોડની ડિપોઝિટમાં વધારો થયો છે.
- Advertisement -
જિલ્લો ડિપોઝિટ (ડિસે.2021) ડિપોઝિટ (માર્ચ 2020) વધારો
અમદાવાદ 2.60 લાખ કરોડ 2 લાખ કરોડ 60 હજાર કરોડ
સુરત 94 હજાર કરોડ 74 હજાર કરોડ 20 હજાર કરોડ
વડોદરા 1.10 લાખ કરોડ 89 હજાર કરોડ 21 હજાર કરોડ
રાજકોટ 60 હજાર કરોડ 50 હજાર કરોડ 10 હજાર કરોડ
કચ્છ 44 હજાર કરોડ 38 હજાર કરોડ 6 હજાર કરોડ
ગાંધીનગર 43 હજાર કરોડ 33 હજાર કરોડ 10 હજાર કરોડ
આણંદ 36 હજાર કરોડ 31 હજાર કરોડ 5 હજાર કરોડ
કોરોનાકાળમાં પણ 4.5 લાખ લોકોએ ઘર માટે લોન પણ લીધી
રાજ્યમાં કોરોનામાં ઘટાડાની સાથે હાઉસિંગ લોનના પ્રમાણમાં પણ વધારો થયો છે. કોરોનાકાળમાં જ રાજ્યમાં 4.40 લાખ જેટલી હાઉસિંગ લોનની મંજૂરીઓ આપવામાં આવી છે. જેમાં 50 હજાર કરોડની લોન આપવામાં આવી છે. 2021-22ના માર્ચથી ડિસેમ્બર સુધીમાં 26 હજાર કરોડની લોન આપવામાં આવી છે. જેમાં એપ્રિલથી જૂન સુધીમાં 5576 કરોડની લોન સામે ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીમાં 11378 કરોડની લોન આપવામાં આવી છે.
આ પણ વાંચો : બેન્કોમાં બે દિવસની રજા અને બે દિવસ હડતાલ
https://khaskhabarrajkot.com/2022/03/24/two-day-holiday-in-banks-and-two-day-strike/