કાઠિયાવાડી અશ્વોની ઐતિહાસિક બાબતો પર સંશોધન માટે રૂ. 50.65 લાખ ફાળવાયા : હાલ અહીં વેરાન તબેલો છે. ના આવ્યા ઘોડા કે ના આવ્યું ઘાસ !
ના ઘોડા આવ્યા, ના ઘાસ આવ્યું છતાં 20 લાખ વપરાયા : રોહિતસિંહ રાજપૂત
- Advertisement -
અણઆવડત, દાનત જ હોવાના કારણે 30 લાખ ગ્રાન્ટ સરકારમા પરત જમા : વ્યાજ હજુ બાકી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.13
રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2010- 11 માં તત્કાલીન મુખ્યમંત્રી પ્રયાસોથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાઠીયાવાડી અશ્વોની ઐતિહાસિક બાબતો પર સંશોધન પ્રોજેક્ટ માટે રૂ. 50.65 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જેમાંથી રૂ. 20,10,522 નો ખર્ચ થયેલો છે અને ગાંધીનગર સ્થિત પશુપાલન નિયામકની કચેરીની સૂચના અનુસાર રૂ. 30,54,478 તા. 25- 06- 2020 ના જમા કરાવવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્ર કોંગ્રેસના પ્રવક્તા અને વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપૂતે કરેલી છઝઈં માં આ પ્રકારનો જવાબ મળ્યો છે. જે આશ્ચર્યજનક છે કારણ કે રૂપિયા 20 લાખમાં માત્ર તબેલો જ તૈયાર થયો છે અહીં કોઈ દિવસ અશ્વો કે ઘાસ કઈ પણ આવ્યુ નથી અને તેમનાં પર સંશોધન પણ થયું નથી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોએ જો આ કેન્દ્રને યોગ્ય રીતે વિકસાવ્યું હોત તો આજે યુવાનો માટે હોર્સ રાઇડિંગનો ડિપ્લોમા કોર્ષ શરૂ થઈ શક્યો હોત.
- Advertisement -
સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા રોહિત રાજપૂતે કરેલી છઝઈં માં ઉપરોક્ત માહિતી સામે આવતા તેમણે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને રાજ્ય સરકાર દ્વારા કાઠીયાવાડી અશ્વોની ઐતિહાસિક બાબતો પર સંશોધન માટે મળેલા પ્રોજેક્ટ અંતર્ગત કેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી અને તેમાંથી કેટલો ઉપયોગ થયો તે બાબતની માહિતી માગી હતી જેનો જવાબ આવતા આશ્ચર્ય વચ્ચે રૂ. 50.65 લાખ માંથી રૂ. 20 લાખ જેટલો ખર્ચ સત્તાધીશો દ્વારા કરવામાં આવ્યો છે પરંતુ અહીં માત્ર અશ્વોને રાખવા માટેનો તબેલો જ તૈયાર થઈ શક્યો છે અહીં અત્યાર સુધી અશ્વો પણ આવ્યા નહીં અને સૌરાષ્ટ્રની ઓળખ ગણાતા કાઠીયાવાડી અશ્વો ઉપર સંશોધન પણ ન થયું.
કાઠિયાવાડી અશ્વો એ સૌરાષ્ટ્રની આગવી ઓળખ છે ત્યારે તેના પ્રત્યે સમાજમા જાગૃતિ આવે,તે પ્રજાતિનુ સંવર્ધન અને સંશોધન કરવુ એ ખુબ અગત્યની બાબત કહી શકાય ત્યારે સરકારની ગ્રાંટોનો યુનિવર્સિટી ઉપયોગ જ ના કરી શકી એ વાત કોને કહેવા જવી ! સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા સરકાર વિદ્યાર્થીલક્ષી અનેક ગ્રાંટો અને પ્રોજેક્ટો આપે છે પરંતુ સતાધીસો પાસે આ ગ્રાન્ટનો સમયસર સદુપયોગ કરવા કોઈ પ્રીપ્લાન કે મેપ નથી હોતો.માત્રને માત્ર કાગળ પર જ એમઓયુ અને પ્રોજેક્ટો રહી જાય છે અને અંતે ગ્રાંટો પરત જમા કરાવવી પડે જેથી વિદ્યાર્થીઓ મહત્વના અતિઉપયોગી પ્રોજેક્ટોથી વંચિત રહી જતા હોય તે શિક્ષણજગત માટે દુ:ખદ બાબત કહી શકાય.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2010 – 11 માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કાઠીયાવાડી અશ્વોના સંવર્ધન અને સંશોધન માટે રૂપિયા 50 લાખ જેટલી ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી
જેમાંથી માત્ર તબેલો બનાવવા પાછળ જ છે રૂપિયા 20 લાખનો ખર્ચ થઈ ગયો ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો અશ્વોના નામે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી ગયા કે શુ ? તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, જે – તે વખતે આ પ્રોજેક્ટના કોર્ડીનેટર ઇતિહાસ ભવનના અધ્યાપક પંકજ વલવાઈ હતા. જેઓ હાલ ધોળકાના ડેપ્યુટી કલેકટર હોવાનુ જાણવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કાઠીયાવાડી અશ્વોના સંશોધન કેન્દ્રના નામે માત્ર તબેલો જ તૈયાર કરી શકતા રાજ્ય સરકારના પશુપાલન વિભાગે વધારાની ગ્રાન્ટ વ્યાજ સહીત પરત માગતા 30 લાખ પરત આપી દેવા પડ્યા છે જે ખુબ જ શરમજનક બાબત છે જેથી આ સંશોધન કેન્દ્ર ફરીથી શરૂ કરવામાં આવ્યા તે માટેની માંગણી વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા સમક્ષ મૂકી છે તેમના દ્વારા સરકાર સમક્ષ આ માંગણી મુકવામાં આવશે.કાઠિયાવાડી અશ્વોએ સૌરાષ્ટ્રની આગવી ઓળખ રહી છે આ અશ્વોનો ઇતિહાસએ આપણી સંસ્કૃતિને ઉજાળવાનુ કામ કર્યું છે.કાઠીયાવાડી અશ્વ સંશોધન અને સંવર્ધન પ્રોજેક્ટની શરૂઆત 2010 થી કરવામાં આવેલી હતી.
તેનો હેતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કાઠીયાવાડી અશ્વ વિશે જાગૃતિ આવે અને લોકોમાં કાઠીયાવાડી અશ્વ વિશે શોખ કેળવાય તેમ જ લુપ્તથી કાઠીયાવાડી અશ્વની પ્રજાતિને બચાવી શકાય તેવા હેતુથી તે સમયના મુખ્યમંત્રીશ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી દ્વારા તે સમયે આ પ્રોજેક્ટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ફાળવવામાં આવેલ હતો તેમાં કુલ 52 લાખ રૂપિયાની રકમ ફાળવવામાં આવી હતી તેમાંથી 27 લાખના ખર્ચે સેડ બનાવવામાં આવેલો હતો પરંતુ સમય જતા રસ અને રુચિના અભાવે આ પ્રોજેક્ટ સ્થગિત થઈ ગયેલો હતો. હાલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે કાઠીયાવાડી અશ્વોની જાળવણી માટે શેડ પણ તૈયાર છે.
યુનિવર્સિટી દ્વારા બાકી રહેલી રકમ પણ પશુપાલન ખાતામાં જમા કરાવી દીધેલ પણ છે. જો આ પ્રોજેક્ટ ફરીથી કાર્યરત કરવામાં આવે તો વિદ્યાર્થીઓમાં અશ્વ સવારી માટેનું કૌશલ્ય પણ વધારી શકાય તેમ છે તે માટે સર્ટિફિકેટ કોર્સ ઇન હોર્સ રાઇડિંગ જેવો કોર્સ શરૂ કરીને યુનિવર્સિટીનું નામ દેશ અને દુનિયામાં વધારી શકાય તેવું છે. તેમજ આ કોર્ષ શરૂ થવાથી આખા ગુજરાતમાં કાઠીયાવાડી અશ્વ ઉપર સંશોધન, સંવર્ધન તેમજ તાલીમ માટેની કાર્ય કરનારી પ્રથમ યુનિવર્સિટી બની શકે તેમ છે.
જો વર્તમાન સમયમાં સમાજમાં અશ્વ માટેનો ચાહક વર્ગ ખૂબ મોટો છે જો યુનિવર્સિટી દ્વારા કાઠીયાવાડી અશ્વ પ્રોજેક્ટ ફરીથી કાર્યરત કરવામાં આવે તો સમાજને ખૂબ મોટો ફાયદો થશે તેમ જ રોજગારીની તકો પણ ઉત્પન્ન થશે.