નવનિયુક્ત સરપંચોને શુભકામનાઓ પાઠવતા રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, સૌરાષ્ટ્ર ઝોન મહામંત્રી વિનોદભાઈ પાવડા, જીલ્લા સંગઠન પ્રભારી ધવલભાઈ દવેના માર્ગદર્શન હેઠળ તથા જીલ્લા ભાજપ અધ્યક્ષ અલ્પેશભાઈ ઢોલરીયાની અધ્યક્ષતામાં તેમજ જીલ્લા ભાજપ મહામંત્રી ઓ નરેન્દ્રસિંહ જાડેજા, હરેશભાઈ હેરભા, રવિભાઈ માંકડિયા, જીલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, ઉપપ્રમુખ રાજુભાઈ ડાંગર, કારોબારી ચેરમેન પ્રવીણભાઈ કયાડા, પ્રદેશ કારોબારી સભ્ય દિનેશભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા શ્રી કમલમરાજકોટ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે સરપંચ સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો.
- Advertisement -
આ કાર્યક્રમમાં નવનિયુક્ત ચુટાયેલા સરપંચઓ, જીલ્લા ભાજપના હોદેદાર, જીલ્લા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, મંડલના પ્રમુખ-મહામંત્રીઓ સહીતના જીલ્લા તેમજ મંડલના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.આ સરપંચ સન્માન સમારોહ કાર્યક્રમમાં રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયાએ વિજેતા સરપંચ ઓને શુભકામનાઓ પાઠવી હતી.
રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી તેમજ કારોબારી ચેરમેન પ્રવીણભાઈ કયાડાએ નવનિયુક્ત સરપંચ ઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.