ગુજરાતમાં 19 મોટા, 90 મધ્યમ અને 1006 નાના મળી કુલ 1115 ડેમ
ચાલું વર્ષે 501 કરોડના ખર્ચે રાજ્યના વિવિધ ડેમ-જળાશયોની મરામત થશે : ડેમ સેફ્ટી ઓથોરિટી
- Advertisement -
2024-25માં રૂ. 366 કરોડ એમ કુલ રૂ. 699 કરોડના ખર્ચે ડેમ-જળાશયોની મરામત અને જાળવણીના કામો પૂર્ણ કરાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
કોઇપણ રાજ્યમાં પીવાના પાણી અને સિંચાઇ માટે ડેમ-જળાશયો સૌથી મહત્વનો સ્ત્રોત-માધ્યમ છે ત્યારે સમયાંતરે તેની મરામત-જાળવણી કરવી જરૂરી છે. નેશનલ ડેમ સેફ્ટી અંતર્ગત ગુજરાતમાં વર્ષ 2023-24 દરમિયાન સિંચાઇ યોજનામાં રૂ.333 કરોડના ખર્ચે તેમજ વર્ષ 2024-25માં રૂ. 366 કરોડ એમ કુલ રૂ. 699 કરોડના ખર્ચે ડેમ-જળાશયોની મરામત અને જાળવણીના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે તેમ, જળ સંપત્તિ વિભાગે જણાવાયું છે.
ચાલુ વર્ષ 2025-26માં સિંચાઇ યોજનાઓમાં રૂ.501 કરોડના ખર્ચે આ કામગીરી હાથ ધરવામાં આવશે. આ માટે રાજ્યના બજેટમાં રૂ. 501 કરોડની જોગવાઇ પણ કરવામાં આવી છે. આ કામગીરીઓમાં ડેમના દરવાજાનું કલર કામ, સ્પિલ વે મરામત, માટી પાળાની મરામત, સિક્યોરિટી કેબીનના કામ તેમજ ડેમ સેફ્ટી સંબંધિત અત્યાધુનિક ઇન્સ્ટ્રુમેન્ટેશનના કાર્યો વગેરેનો સમાવેશ થાય છે.
- Advertisement -
ગુજરાતમાં જળ સંપત્તિ વિભાગ હેઠળ 19 મોટા, 90 મધ્યમ અને 1006 નાના ડેમ મળી કુલ 1115 ડેમ આવેલા છે, જેમાંથી 524 સ્પેસીફાઈડ ડેમ જ્યારે અન્ય વિભાગના 8 સ્પેસીફાઈડ ડેમ છે. આ સ્પેસીફાઈડ ડેમને ડેમ સેફ્ટી એક્ટ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લાના કોટડા ગામ પાસે સુખ ભાદર નદી પર આવેલ પનેલીયા ડેમ ગજરાતમાં સૌથી જુનો સ્પેસીફાઈડ ડેમ છે. આ ડેમ 640 મીટર લાંબો અને 11 મીટરની ઊંચાઈ ધરાવે છે. આ ડેમનો કેચમેન્ટ એરિયા 25.90 ચોરસ કિલોમીટર છે. જેની કુલ સંગ્રહ ક્ષમતા 3.44 મિલિયન ઘનમીટર છે. જ્યારે નર્મદા જિલ્લાના નવાગામ પાસે આવેલ સરદાર સરોવર ડેમ ગુજરાત સૌથી નવો સ્પેસીફાઈડ ડેમ છે.
જળ સંપત્તિ વિભાગ દ્વારા કેન્દ્ર અને ગુજરાત સ્ટેટ ડેમ સેફ્ટી ઓર્ગેનાઈઝેશનની માર્ગદર્શિકા મુજબ હાથ ધરવામાં આવતા બંધ સલામતીના કામોથી પાણીનો સંગ્રહ તેમજ સિંચાઇમાં સુદ્દઢતા આવે છે. સીપેજ દ્વારા થતા પાણીનો બગાડ ઓછો થવાથી કમાન્ડ વિસ્તારના ખેડૂત ખાતેદારોને સિંચાઇ માટે વધુ પાણી ઉપલબ્ધ થાય છે. બંધ-જળાશયોની મરામત કરવાથી તેની સુરક્ષા અને આયુષ્યમાં વધારો થાય છે.
વર્ષ-2021માં ડેમ સેફ્ટી એક્ટ લાગુ કરાયો
રાષ્ટ્રીય સ્તરે ડેમ સેફટી અંતર્ગતના કાર્યો માટે ભારત સરકાર દ્વારા વર્ષ-2021માં ડેમ સેફ્ટી એક્ટ લાગુ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાએ નેશનલ ડેમ સેફ્ટી ઓથોરીટી (ગઉજઅ) અને નેશનલ કમિટી ડેમ સેફ્ટી (ગઈઉજ) અસ્તિત્વમાં આવી. જે અન્વયે નેશનલ કમિટી ડેમ સેફ્ટી (ગઈઉજ)ની મુખ્યત્વે કામગીરી ડેમ સલામતી માટેની નીતિઓ બનાવવી, જરૂરી નિયમોની ભલામણ કરવી, ડેમોની સલામતી ધોરણો નક્કી કરવાની છે. જ્યારે નેશનલ ડેમ સેફ્ટી ઓથોરીટી (ગઉજઅ)ની મુખ્યત્વે કામગીરી નેશનલ કમિટી ડેમ સેફ્ટી (ગઈઉજ) દ્વારા ઘડાયેલ નીતિઓ, જરૂરી નિયમો અને ડેમ-જળાશયોની સલામતીના ધોરણોનું અમલીકરણ તેમજ મોનીટરીંગ કરવાનું છે. આ ડેમ સેફ્ટી એક્ટ અંતર્ગત નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા ગુજરાત સ્ટેટ ડેમ સેફ્ટી ઓર્ગેનાઈઝેશન (ૠજઉજઘ)ની વર્ષ-2022માં રચના કરવામાં આવી છે. જેમાં મુખ્યત્વે દરેક સ્પેસીફાઈડ ડેમના નિરીક્ષણ, સંચાલન, સર્વેલન્સ અને જાળવણી સંબંધિત કાર્યો કરવામાં આવે છે. ગઉજઅની માર્ગદર્શિકા મુજબ ડેમની સેફ્ટીને ધ્યાને લઇને રાજ્ય સ્તરે અમલીકરણ કરાવવું અને સમયાંતરે આ કામગીરીનું નેશનલ ડેમ સેફ્ટી ઓથોરીટી સમક્ષ મોનીટરીંગ કરાવવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે છે.