બોલીવુડના પ્લેબેક સિંગરોએ જૂનાં-નવા ગીતોની મહેફિલ સજાવી
ખાસ-ખબર સંવાદદાતા
સરગમ કલબ અને કલાસીક નેટવર્ક પ્રા.લી. અને સનફોર્જ પ્રા.લી. ના સંયુક્ત ઉપક્રમે ધર્મેન્દ્રસિંહજી કોલેજ (ડી.એચ. કોલેજ) ખાતે જાહેર જનતા માટે વિનામૂલ્યે યોજાયેલી મ્યુઝીકલ નાઈટમાં હજારો લોકો ઉમટી પડ્યા હતા અને ગીત-સંગીતનાં મહાસાગરમાં ડૂબકી મારી હતી.
આ મ્યુઝીકલ નાઈટમાં કલાકરો બોલીવુડના પ્લેબેક સિંગર દેવયાની બેન્દ્રે, આનંદ પલ્લવરકર, ગોવિંદ મિશ્રા, પ્રિયંકા બસુ, મોહસીન ખાન, રાજુભાઈ ત્રિવેદી પ્રસ્તુત મ્યુઝીકલ મેલોઝ અને ઓર્ગેનાઈઝર ભારતીબેન નાયક (બોલીવુડ ઇવેન્ટ મુંબઈ) વગેરેએ શ્રેષ્ઠ પરફોર્મન્સ આપીને રાજકોટવાસીઓનું મનોરંજન
કર્યું હતું.
આ પ્રસંગે પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, સંસદ સભ્ય મોહનભાઈ કુંડારિયા, બિલ્ડર ધનરાજભાઈ જેઠાણી, હરેશભાઈ લાખાણી, સ્મિતભાઈ પટેલ, જગદીશભાઈ ડોબરિયા, રાકેશભાઈ પોપટ, રાજેશભાઈ કાલરીયા, કિરીટભાઈ આદ્રોજા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, રમેશભાઈ જીવાણી, દિનેશભાઈ અમૃતિયા, ઘનશ્યામભાઈ મારડિયા, સતીશભાઈ ત્રાંબડીયા, વિનુભાઈ પારેખ, નીતિનભાઈ ભારદ્વાજ, દિલીપભાઈ શેઠ અને અરવિંદભાઈ શાહ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના પ્રારંભે સ્વાગત પ્રવચન ગુણવંતભાઈ ડેલાવાળાએ કર્યું હતું. ગુણવંતભાઈ ડેલાવાળાએ સરગમ કલબ આયોજિત પંચામૃત મહોત્સવમાં સહકાર આપનારા દાતાઓ, વહીવટી તંત્ર, રાજ્ય સરકાર, પત્રકારો, સમાચાર માધ્યમો વગેરેનો આભાર માન્યો હતો. દીપ પ્રાગટ્ય સંસદ સભ્ય મોહનભાઈ કુંડારિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ ડો. સંજય કામદારે કરી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ મૌલેશભાઈ પટેલ, નાથાભાઈ કાલરીયા, સ્મિતભાઈ પટેલ, જયસુખભાઈ ડાભી, કનૈયાલાલ ગજેરા, મનમોહન પનારા, રમેશભાઈ અકબરી અને તેજસભાઈ ભટ્ટી વગેરેએ જહેમત ઉઠાવી હતી.