ખોડલધામ ટ્રસ્ટ, ગુરુકુળ, બે.એ.પી.એસ, બાલભવન, બોલબાલા, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ, ચિત્રનગરી સહિત સંસ્થાના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા
ખાસ-ખબર સંવાદદાતા
સ્વચ્છતા હી સેવાના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં તારીખ 15-10-2023 થી 16-12-2023 સુધી રાજ્યવાપી સ્વચ્છતા અભિયાન સફળતાપૂર્વક ચલાવવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા પણ 15/10/2023 થી 16/12/2023 સુધી વિવિધ સ્વચ્છતાના કાર્યક્રમ કરવામાં આવી રહેલ છે જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા. 27/10/2023ના રોજ શહેરના વિવિધ સંસ્થાઓ પ્રતિનિધિઓ સાથે મ્યુનિ. કમિશનર આનંદ પટેલે મિટિંગ યોજી હતી જેમાં મ્યુનિ. કમિશનરશ્રીએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા અને સેવાકીય સંસ્થાના સહયોગથી શહેરને સ્વચ્છ બનાવીને ખરા અર્થમાં રાજકોટને રંગીલું બનાવીએ. આ મીટીંગમાં ખોડલધામ ટ્રસ્ટ, ગુરુકુળ, બે.એ.પી.એસ, બાલભવન, બોલબાલા સંસ્થા, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ, ચિત્રનગરી તથા વિવિધ એન.જી.ઓના પ્રતિનિધિ હાજર રહ્યા જેમાં મ્યુનિ. કમિશનર સાથે વિવિધ એન.જી.ઓને સ્વચ્છતા અભિયાનમાં જોડાવવા આહવાન કરવામાં આવેલ અને એન,જી.ઓ દ્વારા પણ અગામી સ્વચ્છતા ઝુબેશના કાર્યક્રમોમાં જોડાશે અને રાજકોટ શહેરને સ્વચ્છ કરવામાં સંસ્થા દ્વારા સહયોગ આપવામાં આવશે.