ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાનગરપાલિકા દ્રારા આજ રોજ રાષ્ટ્રના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ નિમિતે રનફોર યુનિટી કાર્યક્રમને મેયર ગીતાબેન પરમાર, કમિશ્નર રાજેશ તન્ના, એસપી હર્ષદ મહેતા સહિતના પદાધિકારીઓએ અને અધિકારીઓએ લીલીઝંડી આપીને રનફોર યુનિટીને પ્રસ્થાન કરાવ્યુ હતુ. જેમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ સાથે પોલીસ જવાનો સહિતના લોકો જોડાયા હતા. ત્યાર બાદ સરદાર ચોક ખાતે આવેલ સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને ફુલહાર કરી સુતરની આંટી પહેરાવી હતી. આ સાથે જોષીપરા ખાતે પણ સરદાર વલ્લભાઇ પટેલની પ્રતિમાને ડે.મેયર ગિરીશભાઇ કોટેચા સહિતના અગ્રણીઓએ પ્રતિમાને ફુલહાર કરી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.