આજ રોજ વિપક્ષી નેતાઓની તરફથી દાવો કરવામાં આવ્યો છે કે તેના ફોનમાં સરકાર -પ્રાયોજીત હેકિંગથી જોડાયેલી ચેતવણી દર્શાવતો મેસેજ આવ્યો છે. આ બાબતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી છે. જેમાં તેમણે કહ્યું કે, કોંગ્રેસના કેટલાય નેતાઓને આ હેકિંગના મેસેજ આવ્યા છે. જેમાં વેણુગોપા, સુપ્રિયા શ્રીનેત, પવન ખેડાનો સમાવેશ થાય છે. ભાજપ આ સમયે યુવાનોનુ ધ્યાન ભટકાવવા માંગે છે. પહેલા પણ હું વિચારતો હતો કે, સરકારમાં નંબર-1 વડાપ્રધાન છે, જયારે બીજા અદાણી અને ત્રીજા અમિત શાહ છે. પરંતુ આ ખોટું છે. સરકારમાં નંબર-1 અદાણી છે.
Delhi: During his press conference, Congress MP Rahul Gandhi shows a copy of the warning e-mail received by several opposition leaders from their phone manufacturer about "state-sponsored attackers trying to compromise their phone". pic.twitter.com/6FikOw3CKI
- Advertisement -
— ANI (@ANI) October 31, 2023
હિંદુસ્તાનની રાજનીતિ હવે સમજમાં આવી ગઇ છે. અદાણીજી બચીને નહીં નિકળી શકે. અમે અદાણીને એવા ઘેરામાં લીધા છે કે, તેઓ બચીને નહીં જઇ શકે. આ માટે ધ્યાન ભટકાવવાની રાજનીતિ થઇ રહી છે. દેશની નજર, વિપક્ષની નજર પિંજરામાં બેઠેલા પોપટની જેમ ના જતી રહે.
- Advertisement -
#WATCH | Delhi: On multiple opposition leaders allege 'hacking' of their Apple devices, Congress MP Rahul Gandhi says "…Very few people are fighting against this but we are not scared. You can do as much (phone) tapping as you want, I don't care. If you want to take my phone, I… pic.twitter.com/ioUowf4Pe8
— ANI (@ANI) October 31, 2023
જેટલી ટેપિંગ કરવા હોય એટલી કરી લો. મને કોઇ ફરક પડતો નથી. જો તમને મારો ફોન જોઇએ તો હું ફોન આપવા માટે તૈયાર છું. આની સામે બહું ઓછા લોકો લડી રહ્યા છે. પરંતુ અમે ડરવાવાળા નથી, લડનારા લોકોમાંથી છીએ. અમે પાછળ નહીં હટીએ.
#WATCH | Delhi: On removing 'Adani Sarkar' from the country, Congress MP Rahul Gandhi says "This is an interesting problem. I have some ideas. We will show how the Adani Govt can be removed when the time comes. Do not think that Adani ji will be removed by removing the Govt.… pic.twitter.com/VNlQmbs49A
— ANI (@ANI) October 31, 2023
શું છે સમગ્ર વિવાદ?
ટેક્નોલોજી કંપની Appleએ ઘણાં ભારતીય વિપક્ષી નેતાઓને એક ચેતવણીનો સંદેશ મોકલ્યો છે. જેમાં ચેતવણી આપી છે કે તેમના આઇફોનને સ્ટેટ સ્પોન્સર્ડ એટેક્સ દ્વારા નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. જેમાં કહેવામાં આવ્યું છે કે Apple માને છે કે સ્ટે સ્પોન્સર્ડ હુમલાખોરો દ્વારા તમારા Apple ID સાથે સંકળાયેલા iPhoneને રિમોટલી કંટ્રોલ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે મામલે વિપક્ષી નેતાઓએ પણ માહિતી આપી છે.
Apple દ્વારા જે નેતાઓને એલર્ટ મોકલવામાં આવ્યા છે જેમાં TMC સાંસદ મહુઆ મોઇત્રા, કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય પવન ખેડા, શિવસેના નેતા અને રાજ્યસભાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદી, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ, કોંગ્રેસના સાંસદ શશિ થરૂર, CPI-Mના નેતા તેમજ આપ નેચા રાઘવ ચડ્ડા પણ સામેલ છે. આ સિવાય AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીને પણ એલર્ટ મેસેજ મળ્યો છે.