ખાસ-ખબર સંવાદદાતા
શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં યાત્રી સુવિધા, પર્યાવરણ જાળવણી અને ભકતોને ઉત્કૃષ્ટ આધ્યાત્મિક અનુભવ આપવાની દિશામાં અનેકવિધ કાર્યો કરવામાં આવ્યા છે તેમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા છેલ્લા બે વર્ષમાં 25 થી વધુ શુભસંકલ્પ પરિપૂર્ણ કરવામાં આવ્યા છે આ સાથે પ્રધાનમંત્રીના માર્ગદર્શનમાં સોમનાથ ટ્રસ્ટ સતત કાર્યદક્ષતા સાથે ભાવિ સંકલ્પો સાથે તીર્થને ઉજ્જવળ ભવિષ્ય આપવાની દિશામાં સક્રિય રીતે કામગીરી કરશે તેની સાથે સોમનાથ મંદિર માં થયેલ કામોની સમીક્ષા કરવામાં આવી હતી.
સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં સોમનાથ મંદિર કામોની સમીક્ષા કરાઈ
