આ દિવસોમાં સલમાન ખાન તેની આગામી ફિલ્મ ‘ટાઈગર 3 ‘ માટે ચર્ચામાં છે, આ દરમિયાન સોશિયલ મીડિયા પર સલમાનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે
આ દિવસોમાં સલમાન ખાન તેની આગામી એક્શન થ્રિલર ફિલ્મ ‘ટાઈગર 3 ‘ માટે ચર્ચામાં છે. આ ફિલ્મમાં સલમાનની સાથે કેટરીના કૈફ અને ઈમરાન હાશ્મી પણ છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને ફેન્સ પણ ચોંકી ગયા છે.
- Advertisement -
Cristiano Ronaldo and Georgina seated next to Salman Khan. 🤩 pic.twitter.com/pvDuDUlRN3
— The CR7 Timeline. (@TimelineCR7) October 28, 2023
- Advertisement -
વીડિયોમાં સલમાન ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને તેની પત્ની જ્યોર્જીના રોડ્રિગ્ઝ સાથે બેઠો જોવા મળ્યો હતો. ત્રણેય બોક્સિંગ મેચની મજા લેતા જોવા મળ્યા હતા.
The craziest crossover that nobody had expected🔥 #SalmanKhan enjoying #FuryvsNgannou match sitting in the VIP area with #CristianoRonaldo & family 🙌 pic.twitter.com/wT50DKhZMG
— Shweta SK (@Shweta7770) October 29, 2023
રોનાલ્ડો અને સલમાન ખાન સાથે જોવા મળ્યા
વાસ્તવમાં, સલમાન ખાને રિયાધમાં ટાયસન ફ્યુરી અને ફ્રાન્સિસ નગાનૌ વચ્ચેની બોક્સિંગ મેચમાં હાજરી આપી હતી . તેણે ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને તેની પત્ની જ્યોર્જીના રોડ્રિગ્ઝ સાથે મેચની મજા માણી હતી. સલમાન અને રોનાલ્ડોની એકસાથે તસવીરો અને વીડિયો જોઇને ચાહકો પણ ચોંકી ગયા છે.