સારા અલી ખાન અલગ અલગ મંદિરોમાં પૂજા પાઠ કરતી જોવા મળે છે. સારા અલી ખાને સોશિયલ મીડિયા હેન્ડલ પર કેદારનાથ યાત્રાનો વિડીયો શેર કર્યો છે.
બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાન મોડર્ન હોવાની સાથે સાથે ધાર્મિક પણ છે. સારા અલી ખાન અલગ અલગ મંદિરોમાં પૂજા પાઠ કરતી જોવા મળે છે. સારા અલી ખાને સોશિયલ મીડિયા હેન્ડલ પર કેદારનાથ યાત્રાનો વિડીયો શેર કર્યો છે. અભિનેત્રીએ બાબા કેદારનાથના દર્શન કર્યા અને તે ભક્તિમાં લીન જોવા મળી હતી.
- Advertisement -
સારા અલી ખાન કેદારનાથ ધામના દર્શન કરવાની સાથે સાથે અલગ અલગ સ્થળોએ એન્જોય કરતી પણ જોવા મળી રહી છે. સારા અલી ખાન પહાડો પર તડકામાં બેસીને મેડિટેશન કરી રહી છે અને ઝરણાના પાણીથી મોઢુ ધોવે છે.
View this post on Instagram- Advertisement -
આ વિડીયોમાં સારા અલી ખાન ઠંડીથી બચવા માટે આગની સામે ગરમી લેતી જોવા મળી રહી છે. અત્રિનેત્રી સાધુ સંતોના આશીર્વાદ પણ લઈ રહી છે. સારા અલી ખાનના આ વિડીયોના બેકગ્રાઉન્ડમાં તેમની ફિલ્મ ‘કેદારનાથ’નું કાફિરાના ગીત વાગી રહ્યું છે. આ ગીતની સાથે કેદારનાથની ઝલક જોઈને અનેક લોકોને સુશાંત સિંહ રાજપૂતની યાદ પણ આવી ગઈ છે.
ફિલ્મ ‘કેદારનાથ’ સારા અલી ખાનની પહેલી ફિલ્મ હતી, જેમાં તેણે સુશાંત સિંહ રાજપૂત સાથે કામ કર્યું છે. સારા અને સુશાંતે કેદારનાથમાં આ ફિલ્મનું શુટીંગ કર્યું હતું. યૂઝર્સે આ વિડીયો પણ કમેન્ટ કરી છે કે, ‘આ ગીત મને હંમેશા સુશાંતની યાદ અપાવે છે.’, ‘વાહ દીદી, સુશાંતની યાદ અપાવી દીધી’.
અનેક લોકો સારા અલી ખાનના ભરપૂર વખાણ કરી રહ્યા છે. યૂઝર્સ જણાવી રહ્યા છે કે, સારા અલી ખાન હંમેશા ભગવાનના આશીર્વાદ લે છે. અનેક યૂઝર્સ સારાની આ પોસ્ટ પર હર હર મહાદેવના નારા લગાવી રહ્યા છે.