મેંદરડામાં 10 કિલો બોકસનાં 400થી 1100 રૂપિયા સુધીનાં ભાવ બોલાયા:
મેંદરડામાં કેસર કેરીનું આગમન થયું છે. પ્રથમ દિવસે કેરીનાં 2280 બોકસની આવક થઇ હતી અને 10 કિલો બોકસનાં 400 થી 1100 રૂપિયા સુધીનાં ભાવ રહ્યાં છે. ગત વર્ષ કરતાં કેસર કેરીના ભાવ વધારે છે. ગત વર્ષે વાવાઝોડાને લઈને કેસર કેરીના પાકને નુકશાન થયુ હતુ. જેના લીધે 30 ટકા જેટલી કેરીનું ઉત્પાદન થયું છે. આર. કે. દલાલ જણાવ્યું હતું કે, કુદરતી રીતે પાકેતી કેસર કેરી 25 મે પછી જોવા મળશે. તેમજ મેંદરડા ફન સિટી માર્કેટ ખાતે કેસર કરીનું વેચાણ કરવામાં આવે છે, જેમાં ખેડૂતો કેસર કરી મૂકી જાય છે અને સવારે 7 વાગ્યે બધા હરાજી કરવામાં આવે છે.