આઈપીએલમાં મુંબઈ ઈન્ડીયન્સ તરફથી પહેલી વિકેટ ઝડપ્યાં બાદ અર્જુન તેડુંલકરનું પિતા સચિને સન્માન કર્યું હતું.
સચિન તેડુંલકરનો પુત્ર અર્જુન તેડુંલકર પણ ક્રિકેટનો ખેલાડી છે અને આ વખતની આઈપીએલમાં તેને રમવાની તક મળી છે. અર્જુન તેના પિત્રા સચિનની જેમ મુંબઈ ઈન્ડીયન્સ વતી રમી રહ્યો છે. અર્જુન તેડુંલકર પહેલી વાર આઈપીએલમાં ઉતર્યો છે. સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની તેની ટીમની મેચમાં અર્જુનની બોલિંગના વખાણ થયાં હતા.
- Advertisement -
આઈપીએલમાં લીધી પહેલી વિકેટ
યુવા ડાબોડી પેસર અર્જુન તેડુંલકરે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં મુંબઇ ઇન્ડિયન્સ તરફથી બોલિંગ નાખવા આવ્યો હતો અને તેની પ્રથમ વિકેટ ઝડપી હતી. શરૂઆતની ઓવરોમાં તેણે શિસ્તબદ્ધ બૉલિંગ કરી હતી અને પછી આખરી ઓવરોમાં વ્યવસ્થિત બૉલિંગ કરવા પાછો ફર્યો હતો જ્યાં તેણે માત્ર ચાર જ રન આપ્યા હતા. અર્જુનને ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરો તરફથી ખૂબ પ્રશંસા મળી હતી અને મેચના અંતે, તેણે પિતા સચિન તેંડુલકર સાથે હૃદયસ્પર્શી ક્ષણ શેર કરી હતી. ભારતના દિગ્ગજ ક્રિકેટરે અર્જુનને તેના પ્રદર્શન બદલ સન્માનિત કર્યો અને એક મજાક પણ કરી.
"At least there's a wicket in our family now." 😝 – Sachin Tendulkar
It's an awww-filled content day – Arjun receives his POTM 🎖️ from his father. 🥹💙 #OneFamily #SRHvMI #MumbaiMeriJaan #MumbaiIndians #IPL2023 #TATAIPL @sachin_rt MI TV pic.twitter.com/l03lt1Aw8x
- Advertisement -
— Mumbai Indians (@mipaltan) April 19, 2023
સચિન તેંડુલકરે શું મજાક કરી
અર્જુન તેડુંલકરે આઈપીએલમાં પહેલી વિકેટ ઝડપી લેતા પિતા સચિન પણ ખુશ થયો હતો અને તેણે મજાક મજાકમાં કહ્યું કે ચાલો, અમારા ઘરમાં ઓછામાં ઓછી એક વિકેટ તો આવી.
માર્ક બાઉચરે અભિનંદન પાઠવ્યા
અર્જુનને મુંબઈ ઈન્ડીયન્સના મુખ્ય કોચ માર્ક બાઉચરે પણ અભિનંદન પાઠવ્યા હતા જેમણે તેના બોલિંગ પ્રદર્શનની પ્રશંસા કરી હતી.બાઉચરે કહ્યું મેં છોકરા (અર્જુન)એ મારી ધારણા સાચી પાડી છે. મેં જેવું કલ્પ્યું હતું બરાબર તેણે તેવું જ કર્યું છે, આવું કરવા બદલ તેને અભિનંદન.