દિલ્હીના સાકેત કોર્ટ સંકુલમાં શુક્રવારે ચાર રાઉન્ડ ફાયરિંગ થયું હતું, જેમાં નિવેદન આપવા કોર્ટમાં પંહોચેલ ન્યૂ ફ્રેન્ડ્સ કોલોનીની એક મહિલા ઘાયલ થઈ હતી.
રાજધાની દિલ્હીથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જણાવી દઈએ કે દિલ્હીના સાકેત કોર્ટ સંકુલમાં શુક્રવારે ચાર રાઉન્ડ ફાયરિંગ થયું હતું, જેમાં ન્યૂ ફ્રેન્ડ્સ કોલોનીની એક મહિલા ઘાયલ થઈ હતી. જો કે ગોળીબારનો અવાજ સાંભળીને દિલ્હી પોલીસના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સૂત્રોએ જણાવ્યું કે મહિલા આજે પોતાનું નિવેદન આપવા કોર્ટમાં પહોંચી હતી.
- Advertisement -
#WATCH दिल्ली: साकेत कोर्ट में फायरिंग की घटना में एक महिला घायल हुई हैं। चार राउंड फायरिंग हुई। पुलिस मौके पर मौजूद है।
(पुलिस द्वारा वीडियो की पुष्टि की गई है) pic.twitter.com/1TcqX3FkwL
— ANI_HindiNews (@AHindinews) April 21, 2023
- Advertisement -
તે મહિલા એકલી આ કેસમાં સાક્ષી છે અને નિવેદન આપવા કોર્ટમાં પહોંચી આ દરમિયાન તેને ગોળી વાગી હતી. હાલ તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
શુક્રવારે દિલ્હીની સાકેત કોર્ટ પરિસરમાં કોર્ટ ખુલતાની સાથે જ ફાયરિંગની ઘટના બાદ ભાગદોડ મચી ગઈ હતી અને ગોળીબાર શરૂ થતાં જ લોકો પોતાનો જીવ બચાવવા માટે અહીં-તહીં ભાગવા લાગ્યા. ત્યાં હજાર લોકોનું કહેવું છે કે કે હુમલાખોરો વકીલના વેશમાં સાકેત કોર્ટમાં આવ્યા હતા અને મહિલાને ઓળખતાની સાથે જ ચાર ફાયરિંગના રાઉન્ડ ચલાવ્યા હતા. હાલ મહિલાની હાલત નાજુક હોવાનું કહેવાય છે.
https://twitter.com/AHindinews/status/1649279980936003584?ref_
ત્યાં હજાર લોકો અને પોલીસની મદદથી મહિલાને ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. નોંધનીય છે કે ઘટના બાદ જે વીડિયો સામે આવ્યો છે તેમાં ફાયરિંગની ઘટનામાં ઘાયલ થયેલી મહિલા લોકોની મદદથી કોર્ટ પરિસરમાંથી જાતે જ બહાર નીકળતી જોવા મળી રહી છે.